Sunday, October 17, 2021
Homeકરન જોહરે માફી માગી પરંતુ ટાઈટલ નહીં બદલે, મધુર ભંડારકરે કહ્યું- માફીનો...
Array

કરન જોહરે માફી માગી પરંતુ ટાઈટલ નહીં બદલે, મધુર ભંડારકરે કહ્યું- માફીનો સ્વીકાર પરંતુ મારી આશા કંઈક અલગ હતી

વેબ રિયાલિટી શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ના ટાઈટલ અંગે મધુર ભંડારકર છેલ્લાં કેટલાંક દિવસથી કરન જોહર પર આક્ષેપો મૂકે છે. હવે કરન જોહરે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને આ મુદ્દે વાત કરી છે.

કરને કહ્યું, બધું જ અલગ હશે

કરને સોશિયલ મીડિયાના માધ્યમથી મધુરની માફી માગી છે અને કહ્યું હતું કે તેણે શા માટે ટાઈટલ બદલવાને બદલે આ જ ટાઈટલ આપવાનું નક્કી કર્યું. કરને કહ્યું હતું, ‘અમારો સંબંધ ઘણો જ જૂનો છે અને અમે આ ઈન્ડસ્ટ્રીમાં અનેક વર્ષોથી એકબીજાના નિકટ રહ્યાં છીએ. હું તમારા કામનો ચાહક રહ્યો છું. મેં હંમેશાં તમને શુભેચ્છા પાઠવી છે. મને ખ્યાલ છે કે તમને અમારા કારણે મુશ્કેલી છે. હું વિન્રમતા પૂર્વક તમારી ફરિયાદ માટે માફી માગું છું.’

‘જોકે, હું સ્પષ્ટ કરવા માગીશ કે અમે અમારી રિયાલિટી બેઝ્ડ ફ્રેન્ચાઈઝી સીરિઝના નોન ફિક્શન ફોર્મેટને ધ્યાનમાં રાખીને આ નવું ટાઈટલ ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ પસંદ કર્યું છે. અમારું ટાઈટલ એકદમ અલગ હતું. મને ખ્યાલ નહોતો કે તમને આનાથી તકલીફ થશે. આ માટે હું તમારી માફી માગું છું.’

‘હું તમને કહેવા માગું છું કે અમે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેશટૅગ ફેબ્યુલસ લાઈવ્સની સાથે સીરિઝને પ્રમોટ કરી રહ્યાં છે. આ અમારી ફ્રેન્ચાઈઝીનું ટાઈટલ છે. ભવિષ્યમાં પણ અમે આ જ ટાઈટલની સાથે કામ કરીશું. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે ફોર્મેટ, નેચર, ઓડિયન્સ તથા ટાઈટલ અલગ છે અને આ કોઈ પણ રીતે તમારા કામને નષ્ટ કરશે નહીં.’

‘મને આશા છે કે તમે આ વિવાદથી દૂર રહીને આગળ વધો અને આ સાથે જ દર્શકો માટે અસાધારણ કન્ટેન્ટ બનાવવામાં વ્યસ્ત થઈ જશો. હું તમારા તમામ પ્રયાસો માટે તમને શુભેચ્છા પાઠવું છું અને તમારા કામને જોવા માટે તત્પર છું.’

મધુરે કહ્યું, ‘મને કંઈક અલગ જ આશા હતી’

કરનની આ પોસ્ટ પર મધુરે પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, ‘સાચે જ આ એકદમ નિકટતાવાળી ઈન્ડસ્ટ્રી છે. ઈન્ડસ્ટ્રી વિશ્વાસ તથા સન્માન સાથે કામ કરે છે. જ્યારે આપણે આપણાં જ બનાવેલા માપદંડોની અવગણના કરીએ છીએ ત્યારે પોતાને ઈન્ડસ્ટ્રીના કહેવા સમજની બહાર છે.’

‘2013માં મેં એકવાર પણ ‘ગુટખા’ ટાઈટલ આપવા અંગે હું અવઢવમાં નહોતો, કારણ કે તમે મને વિનંતી કરી હતી. હું પણ આ જ પ્રકારની આશા રાખતો હતો. મેં તમને એ ટાઈટલનો ઉપયોગ કરવાની ના પાડી હતી. આ ટાઈટલનું રજિસ્ટ્રેશન મેં પૂરી પ્રોસેસ સાથે મેળવ્યું હતું. આ ટાઈટલને હું કોઈ સાથે વહેંચવા માગતો નહોતો.’

‘સાચી વાત એ છે કે તમે આપણી વાતચીત તથા ટ્રેડ એસોસિયેશને ના પાડી હોવા છતાંય ટાઈટલનો યુઝ કરીને આગળ વધ્યા. આ વાતથી મને ઘણું જ દુઃખ થયું છે. એવું નથી કે હું સાચા સંબંધોને હવે કામના નથી માનતો પરંતુ ચલો આગળ વધીએ. હું તમારી માફીનો સ્વીકાર કરું છું અને આ બાબતોને અહીં જ મૂકી દઉં છું. હું પણ તમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments