Thursday, April 18, 2024
Homeટ્રોલને કરણનો જવાબ : ટ્રોલરે કહ્યું, ‘બોલિવૂડ વાઈવ્સમાં સૌથી જોરદાર અને ફેવરિટ...
Array

ટ્રોલને કરણનો જવાબ : ટ્રોલરે કહ્યું, ‘બોલિવૂડ વાઈવ્સમાં સૌથી જોરદાર અને ફેવરિટ વાઈફ કરણ જોહર છે’, ફિલ્મમેકર બોલ્યો…

- Advertisement -

હાલમાં જ કરણ જોહરના પ્રોડક્શને બનાવેલી સિરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. સિરીઝને સાથે કરણે પણ સોશિયલ મીડિયા પર કમબેક કર્યું છે. તે હવે ટ્રોલર્સને જવાબ આપી રહ્યો છે. સિરીઝમાં હોસ્ટ તરીકે દેખાયેલા કરણને એક ટ્રોલરે પ્રશ્ન કર્યો. કરણે તેની અવગણના કરવાને બદલે આકરો જવાબ આપ્યો.

યુઝરે કરણને કહ્યું કે, ‘મને લાગે છે કે બોલિવૂડ વાઈવ્સમાં સૌથી જોરદાર અને ફેવરિટ વાઈફ કરણ જોહર છે અને બધા આ વાત સાથે સંમત પણ હોઈ શકે છે.’

https://twitter.com/karanjohar/status/1333107858091569152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1333107858091569152%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkaran-johar-gave-an-epic-reaction-to-a-troll-who-was-comparing-him-with-bollywood-wives-127964220.html

કરણે હ્યુમરના વખાણ કર્યા

જો કે, કરણે ટ્રોલરની વાતનું ખોટું ના લગાડ્યું પરંતુ તેના જવાબ પછી સામે વાળાની બોલતી બંધ થઇ ગઈ. કરણે પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘સારું, સાચેમા તે મને હસાવ્યો છે. એક ટ્રોલ જેમાં સેન્સ ઓફ હ્યુમર છે અને તે ઘણું રિફ્રેશિંગ છે. ’કરણનું આ સ્વરૂપ ઘણા સમય પછી જોવા મળ્યું છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટ્રોલિંગ બાદ તો પહેલીવાર કરણ આમ જવાબ આપતો દેખાયો.

થોડા દિવસ પહેલાં સિરીઝ રિલીઝ થઈ

‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ના ટ્રેલરમાં દેખાડ્યું છે કે, સીમા, મહીપ કપૂર, ભાવના અને નીલમ કોઠારી છેલ્લા 25 વર્ષથી મિત્રો છે. આ ટ્રેલરમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો કેમિયો પણ છે. સિરીઝ ધર્મા પ્રોડક્શનના ડિજિટલ કન્ટેન્ટ પ્રોડક્શન વિંગ ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટે બનાવી છે. તે 27 નવેમ્બરે રિલીઝ થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular