કરન જોહરે હવે બાળકોના ઉછેર પર પુસ્તક ‘ધ બિગ થોટ્સ ઓફ લિટલ લવ’ લખ્યું

0
7

કરન જોહર છેલ્લાં ઘણાં સમયથી ટ્રોલર્સના નિશાના પર હતો. હવે કરન જોહર રાઈટર બની ગયો છે. તેણે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કરનના બાળકો રૂહી તથા યશ જોવા મળે છે. આ વીડિયો કરને લૉકડાઉન દરમિયાન બનાવ્યા હતા. આ વીડિયો કરન જોહરે લૉકડાઉનમાં બનાવ્યો હતો. વીડિયોમાં કરને બાળકો પર લખેલા પોતાના પુસ્તક ‘ધ બિગ થોટ્સ ઓફ લિટલ લવ’ની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા કરન જોહરે પોતાની બાયોગ્રાફી ‘એન અનસ્યુટેબલ બોય’ લખી હતી.

આ પિક્ચર બુક જેન્ડર બેઝ્ડ પેરેન્ટિંગ ટિપ્સ પર આધારિત

કરને વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, હું તમારી સાથે કંઈક ખાસ શૅર કરીને એક્સાઈટેડ છું. બાળકો માટે મારી પહેલી પિક્ચર બુક. ‘ધ બિગ થોટ્સ ઓફ લિટલ લવ’ ટૂંક સમયમાં આવી રહી છે. ટ્વિંકલ ખન્ના તમારો આભાર. પુસ્તકમાં બાળકોના નામ લવ તથા કુશાની મદદથી તેમના ઉછેર અંગે વાત કરવામાં આવી છે.

45 વીડિયોની સીરિઝ ચલાવી હતી

કરન જોહરે લૉકડાઉનમાં ઈન્સ્ટાગ્રામમાં ‘લૉકડાઉનઃ વિથ ધ જોહર્સ’ કરીને એક સીરિઝ ચલાવી હતી. આ સીરિઝમાં કરન જોહર પોતાના બાળકો યશ તથા રૂહીના વીડિયો શૅર કરતો હતો. આ વીડિયોમાં બાળકોએ ઘણીવાર કરનની મજાક ઉડાવી હતી. આ વીડિયો કરનના ફોલોઅર્સ તથા બોલિવૂડ સેલેબ્સને ઘણાં જ પસંદ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here