Friday, April 19, 2024
Homeસુરત : કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું.
Array

સુરત : કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્લાઝમા ડોનેટ કર્યું.

- Advertisement -

સુરતની કરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ પ્રજાની સેવા કરતા સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી છે. કોરોના દર્દીઓને મદદરૂપ થવાં પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ કરી છે. પ્રજાના આ પ્રતિનિધિ સ્મીમેર હોસ્પિટલના પ્લાઝમા ડોનર બન્યા છે.

ફરી એકવાર પ્રજાની સેવામાં કાર્યરત થયા

ધારાસભ્ય પ્રવિણભાઈને 2 સપ્ટે.ના રોજ તાવના લક્ષણો જણાયા હતાં. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 40 ટકા જેટલી કોરોનાની અસર હતી, પણ ઓક્સિજનની ઊણપ કે અન્ય કોઈ શારીરિક તકલીફ ન જણાતા 15 દિવસ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી હતી. ઘરે જ સ્મીમેરના ડોક્ટરોની સારવાર મેળવ્યાં બાદ 20 સપ્ટે.ના રોજ કોરોનાને મ્હાત આપી ફરી એકવાર પ્રજાની સેવામાં કાર્યરત થયા છે.

પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો

પ્લાઝમા દાન દ્વારા સાચા લોકસેવકની પ્રતીતિ કરાવનાર પ્રવિણ ઘોઘારીએ જણાવ્યું હતું કે, કોરોનામુક્ત થતાં જ સૌપ્રથમ સંકલ્પ કર્યો હતો કે, 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરીશ. જેથી 28 દિવસ પૂર્ણ થતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. આપણું પ્લાઝમા બે દર્દીઓની સારવારમાં ઉપયોગી બની રહે છે એમ તેમણે જણાવ્યું હતું.

લોકડાઉનમાં જવાબદારી બખૂબી નિભાવી હતી

ધારાસભ્યએ લોકડાઉન સમયે શ્રમિકોને ભોજન, રાશનકીટ્સ તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની જવાબદારી બખૂબી નિભાવી હતી. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોમાં ડિસઈન્ફેકશનથી લઈને લોકોમાં કોરોના વાઈરસ સામે જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો ઉપરાંત શ્રમિકોને પોતાના વતન હેમખેમ પહોંચાડવા સહિતની અનેક લોકલક્ષી કામગીરી વહન કરી હતી.

વધુમાં વધુ કોરોનામુક્ત બનેલાં લોકો પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યાં

સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતાબેન અને તેમની ટીમના સફળ માર્ગદર્શનથી વધુમાં વધુ કોરોનામુક્ત બનેલાં લોકો પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યાં છે. કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારીશ્રી મહેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર ડો.જગદીશ પટેલ દ્વારા રાજ્ય સરકારના સતત સહયોગ અને માર્ગદર્શનથી કોરોનાનું સંક્રમણ અટકાવવાં પ્રયત્નશીલ છે. સુરતમાં અન્ય શહેરોની સરખામણીએ વધુ વસ્તી ગીચતા હોવા છતાં શહેરી તંત્ર અને આરોગ્ય તંત્રની મહેનતથી કોરોના સંક્રમણને ખાળવામાં સફળતા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular