કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે, સૈફની બહેન સોહા અલી ખાને ન્યૂઝ કન્ફર્મ કર્યા

0
0

કોરોના મહામારીમાં એક ગુડ ન્યૂઝ આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીપર પેરેન્ટ્સ બનવાના છે. તેઓ બીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર કરીના અને સૈફના પરિવાર સહિત તેમના નજીકના મિત્રોને પણ આ ગુડ ન્યૂઝની ખબર છે અને તેઓ ઘણા ઉત્સાહિત છે. હવે સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને આ ન્યૂઝ કન્ફર્મ પણ કરી દીધા છે.

સોહાએ ઇન્સ્ટાગ્રામ પર ભાઈ સૈફનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, અભિનંદન કરીના કપૂર ખાન. સેફ અને હેલ્ધી રહો.

https://www.instagram.com/p/CDyZAehByuh/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CC-p_izJCxi/?utm_source=ig_embed

પહેલા બાળક તૈમુરનો 2016માં જન્મ

કરીના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યાં હતાં. તેમના પહેલા બાળક તૈમુરનો જન્મ 2016માં થયો હતો. સૈફ અલી ખાન સારા અને ઇબ્રાહિમ અલી ખાનનો પણ પિતા છે એટલે સૈફ હવે ચોથી વખત પિતા બનવાનો છે.

https://www.instagram.com/p/B9bC5hgpJvP/?utm_source=ig_embed

ચેટ શોમાં બીજા બાળકની વાત કરી હતી

અગાઉ એક ચેટ શોમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે તે અને સૈફ તેમનો પરિવાર વધારવા માટે પ્લાનિંગ કરી જ રહ્યા છે. કરીનાએ કહ્યું હતું કે હજુ બે વર્ષ અને ત્યારબાદ તેઓને બીજું બાળક હશે.

https://www.instagram.com/p/B_W29U4Jbo2/?utm_source=ig_embed

ઘરે શૂટિંગ કરી રહ્યા છે

કોરોના મહામારીને કારણે હજુ ફિલ્મોના શૂટિંગ શરૂ થયા નથી. ગાઇડલાઇન્સને ફોલો કરીને અમુક શૂટિંગ શરૂ થયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક સેલેબ્સ ઘરે જ શૂટિંગ કરી રહ્યા છે. તેમાં નેહા ધૂપિયા, કરીના કપૂર અને સૈફ અલી ખાન સામેલ છે. કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘરે શૂટિંગના માહોલનો વીડિયો શેર કર્યો છે.

https://www.instagram.com/p/CDtUEpcJib1/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here