ફંડ ફોર કોરોના : કરીના કપૂર અને સૈફ અલી ખાને યુનિસેફ, ગિવ ઇન્ડિયા અને IAHV સંસ્થામાં દાન આપ્યું, લોકોને પણ મદદ કરવા અપીલ કરી

0
7

કોરોના વાઇરસને હરાવવા માટે લોકો ઘરમાં રહીને દેશ સેવા કરી રહ્યા છે. ઉપરાંત લોકો તેમનાથી બને એટલી આર્થિક સહાય આપીને પણ ફરજ નિભાવી રહ્યા છે. અન્ય સેલેબ્સની જેમ હવે પટૌડી ખાનદાનના સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ આગળ આવ્યાં છે. કરીના, સૈફ અને તેમના દીકરા તૈમુરે આ મહામારીથી લડવા માટે ત્રણ સંસ્થાઓમાં દાન કર્યું છે. જોકે તેઓએ રકમની જાહેરાત કરી નથી.

કરીના કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી લખ્યું કે, હાલની મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે સાથે મળીને એકબીજાની મદદ કરવી જોઈએ. અમે બંનેએ આવું કરવા માટે પગલાં ભર્યાં છે અને યુનિસેફ, ગિવ ઇન્ડિયા અને IAHV સંસ્થાને અમારો સપોર્ટ આપવા શપથ લીધાં છે. અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમારામાંથી જે કોઈપણ મદદ કરી શકે એમ હોય તેઓ કરે. સાથે મળીને આપણે મજબૂત રહીશું. જય હિન્દ.

https://www.instagram.com/p/B-ZRjAqpgku/?utm_source=ig_embed

યુવાઈટેડ નેશન્સની પાંખ એવી યુનિસેફ અત્યારે આવેલાં ડોનેશન્સમાંથી કોરોના સામે લડી રહેલા વિવિધ દેશોમાં મેડિકલ સંસાધનો અને હેન્ડ વોશ સપ્લાય કરે છે. મહિલાઓ, બાળકો અને મદદની જરૂર હોય એવી કમ્યુનિટીને જરૂરી હેલ્થકેર સર્વિસ પણ આપે છે. આ સિવાય ‘ગિવ ઇન્ડિયા’ સંસ્થા ડેઇલી વેજ વર્કર્સ એટલે કે રોજમદાર શ્રમિકોના પરિવારોને રોકડ રકમ આપીને સીધી આર્થિક સહાય કરશે. જ્યાં સુધી તેઓને ફરી કામ મળતું શરૂ ન થાય. IAHV (ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્યુઝ) નામનું આ કેમ્પેન ભારતના આર્ટ ઓફ લિવિંગ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી દ્વારા સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ડેઇલી વેજ વર્કર્સના પરિવારને કરિયાણું પૂરું પાડવાની સેવા હાથ ધરાઈ છે.

અન્ય ઇન્ડિયન સેલેબ્સની જેમ પીએમ ફંડ કે સ્ટેટ્સના સીએમ ફંડમાં દાન ન આપીને કરીનાએ અન્ય સંસ્થાઓને દાન કર્યું છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે દાન કરેલ 10 સંસ્થાઓ પૈકીની 3 સંસ્થાઓ આ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here