કરીના કપૂર અને શાહિદ કપૂર જયપુરની એક ઇવેન્ટમાં એકબીજાને જોઇને ભેટી પડયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે.
કરીના અને શાહિદ જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં હાજર રહેલાનું અભિવાદન કર્યું હતું તેમજ સ્ટેજ પર હાજર રહેલા લોકોને ભેટી હતી. શાહિદ કપૂર પણ સ્ટેજ પર હોવાથી તે તેને ભેટી હતી તેમજ તેની સાથે વાતચીત પણ કરી હતી.
કરીના અને શાહિદના પ્રશંસકો ઉત્સાહ અને આનંદમાં ઘેલા થઇ ગયા છે. હવે તેમને સિલ્વર સ્ક્રીન પર ફરી સાથે જોવાની આશા જાગી છે. તેમણે તેઓ ફરી સાથે એક ફિલ્મમાં અભિય કરતા જોવા મળે તેવી માંગણી પણ કરી છે.
ઉલ્લેખનીય છેકે, શાહિદ કપૂરઅનેકરીના કપૂર થોડા વરસો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને અચાનક જ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ જોડીએ જબ વી મેટમાં સાથે કામ કર્યુ ંહતું, તેમના અભિનય અને ફિલ્મને દર્શકોએ વખાણી હતી અને ફરી આ જોડી રૂપેરી પડદે જોવા મળે તેવી માંગણી પણ કરી હતી. પરંતુ આ ફિલ્મની રિલીઝ પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું.જોકે બ્રેકઅપ પછી તેમણે ઉડતા પંજાબ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
પછીથી કરીનાએ સૈફ અલી ખાન અને શાહિદે મીરાં રાજપૂત સાથે લગ્ન કરી લીધા.