લોકડાઉન ફન : કરીના કપૂરે વોલ પેન્ટિંગ કરતા સૈફ અલી ખાન અને તૈમુરનો ફોટો શેર કર્યો, લખ્યું – હું હજુ આશ્ચર્યમાં છું કે શું બનાવ્યું છે

0
5

મુંબઈ. કોરોના વાઇરસને કારણે 3 મે સુધી લંબાયેલ લોકડાઉનમાં કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. કરીના કપૂર તેના ફોટો શેર કરવાની સાથે સાથે તેના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરના પણ ઘણા ફોટો શેર કરતી રહે છે. હવે તેણે ઘરની દીવાલ પર પેન્ટિંગ કરતા સૈફ અને તૈમુરનો ફોટો શેર કર્યો છે.

કરીનાએ તૈમુરનો દીવાલ પર પેન્ટિંગ કરતો ફોટો શેર કરતા લખ્યું કે, જો કોઈ દીવાલ તમારી ક્રિએટિવિટીને બ્લોક કરતી હોય તો તેના પર પેન્ટિંગ કરવાની ટ્રાય કરો. તેણે ઇનહાઉસ પિકાસોનો હેશ ટેગ પણ માર્યો હતો. અગાઉ પણ તૈમુર પેન્ટિંગ કરતો હોય તેના ફોટો શેર કરીને કરીનાએ તેને ઈન હાઉસ પિકાસો ગણાવ્યો હતો.

https://www.instagram.com/p/B_H7Z8yJJzL/?utm_source=ig_embed

બીજી પોસ્ટમાં સૈફ અલી ખાનનો પેન્ટિંગ કરતો ફોટો શેર કરી તેણે લખ્યું કે, જ્યારે સૈફે કહ્યું કે તે મારા માટે ફૂલ લાવ્યો છે તો મારા મગજમાં અલગ વિચાર હતો. ક્વોરન્ટીન ગિફ્ટ્સ આવી હોય છે.

https://www.instagram.com/p/B_H3j9CJWf8/?utm_source=ig_embed

ત્યારબાદ તેણે તેની સેલ્ફી શેર કરી લખ્યું કે, આ સમય દરમ્યાન હું બસ ત્યાં આશ્ચર્યમાં બેસીને જોઉં છું કે આ શું બની બનાવ્યું છે. તેણે આગળ તેના પિમ્પલ વિશે લખ્યું હતું કે, મારા ફેસ પર રહેલ પિમ્પલ પાસે પર્સનલ વિઝિટ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કોઈ મેમો નથી.

https://www.instagram.com/p/B_H_rumpdWk/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here