કરીનાએ સવાલ કર્યો ; બોલિવૂડમાં ફિમેલ કો-સ્ટાર્સને તેમના જેટલી જ ફી આપવામાં આવે, શું બોલિવૂડ એક્ટર્સે પણ આવું કરવું જોઈએ? , અનિલે જવાબ આપ્યો

0
6

અનિલ કપૂરે હાલમાં જ કરીના કપૂરના ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’માં સ્પેશિયલ ગેસ્ટ બનીને હાજરી આપી હતી. આ દરમ્યાન કરીનાએ અનિલને બોલિવૂડમાં એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેના ફી ગેપને લઈને એક સવાલ કર્યો. તેણે અનિલને પૂછ્યું હોલિવૂડમાં મેલ એક્ટર્સ તેના ફિમેલ કો-સ્ટાર્સ માટે સ્ટેન્ડ લે છે. તે એ જ ફિલ્મોમાં કામ કરે છે, જેમાં તેમની ફિમેલ કો-સ્ટાર્સને તેમના જેટલી જ ફી આપવામાં આવે. શું બોલિવૂડ એક્ટર્સે પણ આવું કરવું જોઈએ?

તમે મારાથી ઘણા વધુ પૈસા લીધા હતા

કરીનાના આ સવાલ પર અનિલ કપૂરે જવાબ આપતા કહ્યું કે તે એક ફિલ્મ માટે મારાથી ઘણા વધુ પૈસા લીધા હતા. આના પર કરીના કહે છે, અમે બેરિયર્સ તોડી રહ્યા છીએ, અમે આવું કરી રહ્યા છીએ. પણ જેમ તમે કહ્યું કે ઘણા લોકો હજુ પણ છે, જે આવું નથી કરી રહ્યા.

મેં કહ્યું હતું બેબો જે પણ માગી રહી છે આપી દો

અનિલ કપૂરે આગળ આખો કિસ્સો જણાવ્યો કે, ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના પ્રોડ્યૂસર્સે તેને બોલાવી હતી અને કરીના કપૂર સાથે ફિલ્મ માટે નેગોશિએશનની વાત જણાવી હતી. તેમણે કહ્યું, ત્યારે પ્રોડ્યુસર્સે મને કહ્યું હતું કે યાર આ તો હીરોથી પણ વધુ ફી માગી રહી છે. ત્યારે મેં કહ્યું હતું આપી દો, બેબો જે પણ માગી રહી છે. અનિલ પણ આ ફિલ્મના પ્રોડ્યુસર્સમાંના એક હતા.

મને ઘણીવાર એક્ટ્રેસથી ઓછા પૈસા મળ્યા છે

અનિલે કહ્યું કે મને આ વાતનું કોઈ દુઃખ નથી કે મને ઘણીવાર ઘણી એક્ટ્રેસ કરતાં ઓછા પૈસા મળ્યા છે. મેં ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં એક્ટ્રેસને મારાથી વધુ પૈસા આપવામાં આવ્યા હોય, પણ મેં રાજી ખુશી કામ કર્યું છે.

ફિલ્મ ‘તખ્ત’માં સાથે દેખાશે અનિલ-કરીના

અનિલ અને કરીના ફિલ્મ ‘બેવફા’ અને ‘ટશન’માં સાથે કામ કરી ચૂક્યા છે. હવે ફરી એકવાર બંને કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં હશે. હાલ તો ફિલ્મનું શૂટિંગ ટળી ગયું છે. આ સિવાય અનિલ અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’માં પણ કાસ્ટ થયા છે. ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરા પણ છે. હાલમાં જ અનિલ ફિલ્મ ‘AK Vs AK’માં દેખાયા હતા. આ ફિલ્મ 24 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here