Thursday, August 5, 2021
Homeદીકરાના ચોથા જન્મદિવસ પર કરીનાની જાહેરાત, આવતા વર્ષે 'પ્રેગ્નન્સી બાઈબલ'થી લેખિકા તરીકે...
Array

દીકરાના ચોથા જન્મદિવસ પર કરીનાની જાહેરાત, આવતા વર્ષે ‘પ્રેગ્નન્સી બાઈબલ’થી લેખિકા તરીકે ડેબ્યૂ કરશે

કરીના કપૂર ખાન હવે લેખક બનવા જઈ રહી છે. દીકરા તૈમુરના ચોથા જન્મદિવસ પર એટલે કે 20 ડિસેમ્બરના રોજ એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં પોતાની પહેલી બુક અંગે વાત કરી હતી. આ બુકનું ટાઈટલ ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલ’ છે. આ બુકમાં માતા બનનારી મહિલાઓને પ્રેગ્નન્સીના આગામી મહિનાઓ માટે તૈયાર કરવામાં મદદ કરશે.

સોશિયલ મીડિયામાં બુક અંગે વાત કરી

કરીનાએ બુકનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું, ‘આજે મારી બુક ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલ’ની જાહેરાત કરવાનો પર્ફેક્ટ દિવસ છે. આ બુકમાં હું મોર્નિંગ સિકનેસથી લઈને ડાયટ, ફિટનેસ સહિતની વાત કરીશ. તમે આ બુક વાંચો તેની રાહ જોઈ શકું તેમ નથી. આ બુક આવતા વર્ષે આવશે.’

 

કરીનાની બુકમાં તબીબી પાસાઓને આવરી લઈને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને કેવી કેવી તકલીફો થાય છે તે અંગેની વાત કરવામાં આવી છે અને ટિપ્સ આપવામાં આવી છે. બુકમાં પ્રેગ્નન્સી ડાયટ, વર્કઆઉટ, વેલનેસ તથા બાળક માટે કેવી રીતે તૈયાર થવું તેની વાત કરવામાં આવી છે.

પાંચ વર્ષ તથા 2 પ્રેગ્નન્સી પીરિયડની માહિતી

કરીનાએ આ પુસ્તકમાં તૈમુરના જન્મના નવ મહિના પહેલાંની વાતોથી લઈ બીજીવાર માતા બનવા સુધીના અનુભવો લક્યા છે. કરીનાને અત્યાર સુધી જેટલા પણ પ્રેગ્નન્સી, બેબી કેર અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા, તેના જવાબો આ પુસ્તકમાં છે. પુસ્તકનું નામ કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલ એટલે કે પ્રેગ્નન્સી અંગે એ બધું જ જે લોકો કરીના કપૂર પાસેથી જાણવા ઈચ્છે છે.

મોમ ટૂ બી માટે પર્ફેક્ટ ગાઈડ બુક

પુસ્તક અંગે કરીનાએ કહ્યું હતું, ‘મારું માનવું છે કે પ્રેગ્નન્સી એક એવો સમય છે, જેમાં એક્ટિવ, હેલ્થી તથા ખુશ રહેવું જોઈએ. બુકના માધ્યમથી હું તમને કહીશ કે પ્રેગ્નન્સીને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. આ સાથે જ કેવી રીતે ખુશ રહેવું. આ સબ્જેક્ટ મારા માટે ઘણો જ મહત્ત્વનો છે. આ પુસ્તક અન્ય મહિલાઓને મદદ કરશે અને યોગ્ય રસ્તો બતાવશે. ‘

દીકરાના જન્મદિવસ પર ભાવુક પોસ્ટ શૅર કરી

કરીનાએ દીકરા તૈમુરની તસવીર તથા વીડિયો શૅર કરીને ભાવુક પોસ્ટ લખી હતી. કરીનાએ કહ્યું હતું, ‘મારા બાળક.. હું બહુ જ ખુશ છું કે માત્ર ચાર વર્ષની ઉંમરમાં તારી અંદર એ વાત અંગે દૃઢ નિશ્ચય, સમર્પણ તથા ફોકસ છે કે તું શું કરવા માગે છે. હાલના દિવસોમાં તે ચારો ઉઠાવીને ગાયોને ખવડાવે છે. મારા મહેનતુ બાળકનું ભગવાન ભલું કરે. જ્યારે તું આ બધું કરી રહ્યો હો ત્યારે થોડીક ક્ષણો માટે બરફને ચાખવાનું, ફૂલોને તોડવાનું, ઉછળ-કૂદ, ઝાડ પર ચઢવાનું અને પોતાની કેક ખાવાનું ભૂલતો નહીં. સપનાઓની પાછળ દોડવાનું અને માથું ઊંચુ રાખીને જીવ અને સૌથી મોટી વાત…એ જ કરે જે તને ખુશ કરે. તને તારી અમ્મી કરતાં વધારે કોઈ પ્રેમ કરશે નહીં અને ના કરી શકશે. હેપ્પી બર્થડે દીકરા…મારા ટીમ..’

 

ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે

કરીના કપૂર ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે. સૈફ અલી ખાન પણ લેખક તરીકે આવતા વર્ષે પોતાની બુક લૉન્ચ કરશે. હાલમાં કરીના કપૂર રેડિયો શો ‘વોટ વિમેન વોન્ટ’માં વ્યસ્ત છે. આ શોમાં કરીના વિવિધ સેલેબ્સને બોલાવીને વિવિધ મુદ્દા પર ચર્ચા કરે છે. કરીનાની ફિલ્મની વાત કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments