કારગીલ દિવસ : રાજકોટમાં 350 ફૂટ લાંબા તિરંગા સાથે 350 વિદ્યાર્થીઓની રેલી નીકળી

0
20

રાજકોટ: આજે કારગીલ દિવસ છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં વિવિધ રીતે ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટની વિરાણી સ્કૂલમાં કારગીલ દિવસની ઉજવણી કરી હતી. જેમાં શાળાના એનસીસી કેડેટ્સ સિજેના 350 વિદ્યાર્થીઓ દ્વારા 350 ફૂટ લાંબા તિરંગા સાથે રેલી નીકળી હતી. માજી સૈનિક, નેવી ઓફિસર, જિલ્લા શિક્ષણ અધિકારીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, આ રેલી એસ્ટ્રોન ચોક સુધી નીકળી હતી. વિદ્યાર્થીઓની આ રેલી દ્વારા દેશભક્તિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

જૂનાગઢ મનપામાં જવાનો અને તેના પરિવારો માટે સીંગલ વીન્ડો પદ્ધતિ કાર્યરત કરાઇ

શૌર્યચક્ર મેળવનાર જૂનાગઢના શહીદવીર વિજયભાઇ શાંતિલાલ મોજીદ્રા ના પરિવારજનોની સાથએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આર્મીમેન પરિવાર માટે એકબારી (સીંગલ વિન્ડો) પદ્ધતિ કાર્યરત કરવામાં આવી છે. જેમાં જવાનો અને તેના પરિવારજનોને મહાનગરપાલિકાનું કોઇ પણ કામ હોય તેને લાઇનમાં ઉભુ રહેવું નહીં પડે અને આ બારીએ જઇને કામ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here