ખતરો કે ખિલાડી 10 : કરિશ્મા તન્ના શોની વિનર બની, ઈનામમાં 20 લાખ રૂપિયા તથા મારુતિ કાર મળી

0
8

મુંબઈ. રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની 10મી સિઝન હાલમાં જ પૂરી થઈ. ગ્રાન્ડ ફિનાલેમાં કરિશ્મા તન્ના વિનર બની હતી. તેને ટ્રોફી ઉપરાંત 20 લાખ રૂપિયા તથા મારુતિ કાર પણ મળી છે. શો જીત્યા બાદ કરિશ્માએ પોતાની જર્ની તથા હોસ્ટ રોહિત શેટ્ટી અંગે વાત કરી હતી.

હું ક્યારેય આ શોને લઈ કોન્ફિડન્ટ નહોતી

મને છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ખતરો કે ખિલાડી’ ઑફર કરવામાં આવતો હતો પરંતુ હું આ શોને લઈ ક્યારેય કોન્ફિડન્ટ નહોતી. મને હંમેશાં લાગતું કે હું આ શો માટે નથી. મેકર્સના મનમાં એવું હતું કે હું બહુ જ સ્ટ્રોંગ છું અને દરેક પ્રકારના સ્ટંટ્સ કરી શકું છું પરંતુ મને આવું ક્યારેય લાગ્યું નહોતું. જ્યારે હું કોઈ પણ વાતને લઈ કોન્ફિડન્ટ ના હોઉં તો તેની સાથે ક્યારેય આગળ વધતી નથી. મારી કરિયરની વાત કરું તો હું મારી ડાન્સિંગ સ્કિલ્સને લઈ એકદમ કોન્ફિડન્ટ છું. આથી જ મેં ‘ઝલક દિખલાજા’માં કામ કર્યું હતું. જ્યારે મને ‘બિગ બોસ’ની ઑફર આવી ત્યારે પણ મને વિશ્વાસ હતો કે હું સારું બોલી શકું છું અને મેં શો માટે હા પાડી હતી. જોકે, ‘ખતરો કે ખિલાડી’ માટે મને એવો કોઈ જ વિશ્વાસ નહોતો અને ઘણીવાર ના પાડી હતી.

મારી માતા માટે આ શોમાં કામ કરવાની હા પાડી

મારી માતા માટે મેં આ શોમાં કામ કરવાની હા પાડી હતી. મારી માતા ઈચ્છતી હતી કે હું આ શો કરું. તેમણે મને કહ્યું હતું કે તેઓ મને આ શોમાં જોવા ઈચ્છે છે. શરૂઆતમાં હું માત્ર માતા માટે આ શોમાં જવા માગતી હતી પરંતુ જેમ જેમ આ શો આગળ વધતો ગયો તેમ તેમ મારો આત્મવિશ્વાસ વધતો ગયો અને પછી દરેક સ્ટંટમાં મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરતી હતી. જોકે, મને આશા નહોતી કે હું આ શોની વિજેતા બનીશ. મારી માતા મારી જીતથી ઘણી જ ખુશ થઈ છે.

https://www.instagram.com/p/CDIpIOInBde/?utm_source=ig_embed

એક સ્ટંટમાં મારી પર સાપ, વંદા, તથા અળસિયા નાખવામાં આવ્યાં હતાં

શોમાં દરેક સ્ટંટ મને બહુ જ અઘરાં લાગતાં હતાં. જોકે, મારા હિસાબે ફિનાલેનો એપિસોડ બહુ જ જોખમી હતો. આ સ્ટંટ મારે ધર્મેશની સાથે કરવાનો હતો અને આ સ્ટંટમાં બહુ બધાં સાપ, અંદાજે પાંચ હજાર વંદા તથા અંદાજે છ હજાર અળસિયા મારી પર નાખવામાં આવ્યાં હતાં. મારી પર આટલા બધાં જીવજંતુઓ હતાં અને મને બિલકુલ સારું લાગતું નહોતું. જોકે, જેમ તેમ કરીને મેં આ સ્ટંટ પૂરો કર્યો હતો. મને ક્યારેય વંદા કે ગરોળીથી ડર લાગ્યો નથી. જોકે, મને આ જીવજંતુઓ બિલકુલ પસંદ નથી. મને કોઈ પણ બાબતનો ફોબિયા નથી. આથી જ હું આ શોની વિનર બની શકી. મને એક જ વાતનો સ્ટ્રેસ હતો કે હું આ સ્ટંટ કરી શકીશ કે નહીં.

ક્યારેય રોહિતને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો નથી

રોહિત શેટ્ટી મેન્ટરથી આગળ વધીને તમારા મિત્ર પણ બને છે. દરેક વખતે તે સ્પર્ધકને સ્ટંટ પૂરો કરવામાં મદદ કરતા હતા. અમારી સાથે તેમનું સારું બોન્ડિંગ હતું. સાચું કહું તો મેં ક્યારેય તેમને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. હું તો બસ મારું કામ કરતી અને જો તે ઇમ્પ્રેસ થયા હોય તો તે મારા માટે આનંદની વાત છે. હું ક્યારેય કોઈને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતી નથી. મારું કામ લોકોને ઇમ્પ્રેસ કરે છે. સેટ પર ક્યારેય રોહિત શેટ્ટીએ મને તેમના કોઈ પ્રોજેક્ટમાં લેવાની વાત કરી નથી.

મુશ્કેલીઓ પછી અમે આ શો પૂરો કર્યો

લૉકડાઉનને કારણે અમે જે રીતે દર્શકો સમક્ષ જવા માગતા હતા તે રીતે જઈ શક્યા નહીં. જોકે, ખુશીની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ શોની TRP સારી આવી. મારા મતે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. અનેક મુશ્કેલીઓ બાદ અમે આ શો પૂરો કર્યો.

તેજસ્વી તથા ધર્મેશ સ્ટ્રોંગ સ્પર્ધકો હતાં

તેજસ્વી તથા ધર્મેશ સ્ટ્રોંગ પ્રતિ-સ્પર્ધકો હતાં. બંને બહુ જ નીડર હતાં. તેઓ કોઈ પણ સ્ટંટ એકદમ આત્મવિશ્વાસથી કરતા હતા. જો હું આ શો ના જીતી હોત તો આ બંનેમાંથી કોઈ એક શો જીત્યા હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here