કરજણના BJP ઉમેદવાર અક્ષય પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ, કાર્યકરોના ટોળા ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

0
12

આગામી 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું અને કોરોનાના સંક્રમણને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આ સમયે કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ કારમાં રેલી કાઢીને ઉમેદવારી કરવા નીકળ્યા હતા
(ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ કારમાં રેલી કાઢીને ઉમેદવારી કરવા નીકળ્યા હતા)

 

કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરો સંક્રમણ વધારશે

એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સરકાર કોરોનાને નાબૂદ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં પેટાચૂંટણીઓની જાહેરાત બાદ ઉમેદવારો અને તેઓના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતાને નેવે મૂકીને કોવિડ નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે. કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ તેઓના જંગી સમર્થકો સાથે વિજય તિલક સહિતની પૂજા અર્ચના બાદ ચૂંટણી કાર્યાલય ખાતેથી કરજણ નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. જ્યાં સમર્થકો અને શુભેચ્છકોના ટોળા જામતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું
(કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here