વડોદરા : કરજણના કોંગ્રેસના અક્ષય પટેલનું ધારાસભ્યપદેથી રાજીનામુ, ફોન સ્વીચઓફઃ આમ છતાં વડોદરાના જિલ્લા પ્રભારી કહે છે, ‘હજી સુધી રાજીનામુ મળ્યુ નથી, ભાજપનો રાજકીય ખેલ”

0
8

વડોદરા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી તેમને રાજીનામુ આપ્યું છે. અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. અક્ષય પટેલ બુધવારે રાતથી જ સંપર્કવિહોણા થઇ ગયા છે અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે અને તેઓ પોતાના ઘરે પણ નથી.

જૂથબંધીના કારણે કોંગ્રેસ ઉભી થાય એમ દેખાતુ નથી. જેથી મારે ના છૂટકે રાજીનામુ આપવાનો વારો આવ્યો છે: અક્ષય પટેલ 

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે અને સાથે સાથે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. અક્ષય પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ સમિતિમાં આંતરિક જૂથબંધીના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોની અવગણના થતી આવી છે અને કોંગ્રેસની જૂથ બંધીના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે વારંવાર કોંગ્રેસ સમિતિમાં રજૂઆત કરેલ છે અને ધ્યાન દોરવા છતાં આનુ કોઇ નિરાકરણ ન કરવામાં આવતા આવી જૂથબંધીના કારણે આવનાર દિવસોમાં કોંગ્રેસ ઉભી થાય એમ દેખાતુ નથી. જેથી મારે ના છૂટકે રાજીનામુ આપવાનો વારો આવ્યો છે,

હાલમાં હું કોઇપણ પક્ષમાં જોડાવાનો નથી

અક્ષય પટેલે રાજીનામાના પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, હાલમાં હું કોઇપણ પક્ષમાં જોડાવાનો નથી. કોંગ્રેસની જૂથબંધીના કારણે મારા જેવા અનેક ધારાસભ્યો નારાજ છે અને અગાઉ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, જો આવી પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ઉભો થાય એવુ દેખાતુ નથી. કોંગ્રેસમાં ચાલતી આંતરિક જૂથબંધીથી કંટાળીને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપુ છું.

વડોદરાના જિલ્લા પ્રભારી કહે છે, ‘હજી સુધી રાજીનામુ મળ્યુ નથી, ભાજપનો રાજકીય ખેલ”

આ મામલે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રભારી ભરત મકવાણાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજી સુધી અમને અક્ષય પટેલનું રાજીનામુ મળ્યુ નથી, આ ભાજપનો કોઇ રાજકીય ખેલ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here