Tuesday, September 21, 2021
Homeકર્ણાટક : મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે
Array

કર્ણાટક : મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પોતાના પદ પરથી રાજીનામું આપી શકે

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરમાં, તેમણે જાહેરાત કરી હતી કે 25 જુલાઈએ તેમની સરકારના બે વર્ષ પૂરા થતાં, તેઓ પક્ષના ટોપ નેતૃત્વના નિર્દેશનું પાલન કરશે. આ દરમિયાન, તેમના અનુગામી તરીકે, કેન્દ્ર સરકારના કોલસા, ખાણકામ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્ય સરકારના ખાણ પ્રધાન અને ઉદ્યોગપતિ એમ.આર.નિરાનીનું નામ આગળ ચાલી રહ્યું છે. જો કે જોશીએ કહ્યું હતું કે, હાઈકમાન્ડે આ અંગે તેમની સાથે હજી સુધી વાત કરી નથી. જ્યારે નીરાની કહે છે કે પાર્ટી પે પણ આદેશ આપશે, તેઓ તેમનું પાલન કરશે.

58 વર્ષીય જોશી, જે 2004થી ધારવાડના સાંસદ છે, તેમણે કહ્યું કે યેદિયુરપ્પાના ઉત્તરાધિકારી વિશે કોઈએ તેમની સાથે વાત કરી નથી. તે માત્ર મીડિયા જ છે જેમાં આ અંગેની ચર્ચા થઈ રહી છે. તેથી આ અંગે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. મુખ્યમંત્રી બનાવવા મુદ્દે તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પણ કાલ્પનિક પ્રશ્નોના જવાબો પણ આપવા માંગતા નથી. સાથે જ તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કોઈએ યેદિયુરપ્પાને પણ તેમના પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું છે.

સાથે જ તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ટોચની નેતાગીરી લેશે. તેણે યેદિયુરપ્પાને હટાવવા બાબતે લિંગાયત સમુદાયના સંતોની ધમકી અંગે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેઓ જુલાઈ 2012 થી જાન્યુઆરી 2016 સુધી કર્ણાટક રાજ્યના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

મુખ્યમંત્રી પદ માટે કોઈ લોબિંગ નહીં કરે, પાર્ટીના આદેશનું પાલન કરીશું: નીરાની
ત્રણ વખતના ધારાસભ્ય અને એમઆરએન ગ્રુપના માલિક નિરાનીએ મુખ્યમંત્રી પદ માટે લોબિંગ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તે પાર્ટીના સામાન્ય કાર્યકર છે અને પાર્ટીની સૂચનાનું પાલન કરવાનું તેમની ફરજ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને અન્ય પક્ષોની જેમ અહીં પદ માટે કોઈ લોબિંગ કામ નથી આવતું. તેમણે કહ્યું કે હાલમાં યેદિયુરપ્પાને હટાવવાની કોઈ નિર્દેશ નથી. તે હવે અમારા નેતા છે અને અમે બધા તેમની સાથે છીએ. પાર્ટીનું ટોચનું નેતૃત્વ મુખ્યમંત્રી પદ માટે નિર્ણય કરશે અને અમે બધાં તેનું પાલન કરીશું.

તેઓ થોડા દિવસો પહેલા જ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે તેમની મુલાકાતને સફળ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમણે જીવનમાં કોઈ પણ પદ માટે લોબિંગ કર્યું નથી. પાર્ટી જે પણ જવાબદારી આપશે, હું તેને પૂર્ણ કરીશ. તેમણે કહ્યું કે માત્ર તેઓ જ નહીં પરંતુ પાર્ટીના તમામ 120 ધારાસભ્યો મુખ્યમંત્રી બનવાની લાયકાત ધરાવે છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવાથી તેમનું મુખ્યમંત્રી બનાવવાની અટકળોએ જોર પકડ્યું છે.

મુખ્ય પ્રધાન બનવાથી લઈને આજ સુધીનો રસ્તો સરળ રહ્યો નથી
કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા માટે મુખ્ય પ્રધાન બનવાથી લઈને આજ સુધીનો માર્ગ સહેલો નથી રહ્યો. જો કે ભાજપ દ્વારા કર્ણાટકના આગામી સીએમ માટે હજી સુધી સત્તાવાર રીતે કંઇ પુષ્ટિ થઈ નથી. પરંતુ ખુદ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ હવે સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તેના દિવસો થોડા જ બચ્યા છે.

કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે મેં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું ત્યારથી મારે કુદરતી આફતો જેવા અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેનો સામનો રાજ્યએ પહેલાં ક્યારેય નથી કર્યો અને કોરોના મહામારી, જેણે જીવનને બરબાદ કરી દીધું હતું. હવે ફરી એકવાર કર્ણાટક સામે પૂર જેવી આફત આવી છે.

ભાજપ હાઈકમાન્ડ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ યેદિયુરપ્પા 26 જુલાઇ એ મુખ્યમંત્રી પદે તેમનો અંતિમ દિવસ માનવામાં આવે છે. સીએમ યેદીયુરપ્પાએ કહ્યું કે હું સંતુષ્ટ છું કે આટલા બધા પડકારો છતાં હું લોકોનું જીવનધોરણ અને આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલા લેવામાં સફળ રહ્યો છું. હું પડકારનો સામનો કરવા માટે લોકોના સમર્થન બદલ આભાર વ્યકત કરું છું.

કર્ણાટકના રાજકારણમાં યેદિયુરપ્પા એક મોટું નામ છે. યેદિયુરપ્પાની લાંબી રાજકીય કારકીર્દિ શિકારીપુરામાં પુરસભાના પ્રમુખ તરીકે શરૂ થઈ. પ્રથમ વખત 1983માં શિકારીપુરાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા અને ત્યાંથી આઠ વખત જીત્યા. કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ છે.

આ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તેમનું નામ સરકારના પતનમાં પણ આવ્યું. યેદિયુરપ્પા વિરુદ્ધ ભાજપના અનેક નેતાઓએ વાંધા ઉઠાવતા આ કાર્યકાળ વિવાદોમાં ફસાયો હતો ખુલ્લો બળવો જાહેર કરાયો હતો.

યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડ્યા બાદ પાર્ટી માટે કામ કરશે. એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નડ્ડા મારા પ્રત્યે વિશેષ પ્રેમ અને વિશ્વાસ ધરાવે છે. તમે જાણો છો કે જેની ઉંમર 75 વર્ષ વટાવી ગઈ છે તેમને કોઈ પદ આપવામાં આવતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments