- સુપ્રીમ કોર્ટના આદેશ પછી બળવાખોર ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સ્પીકરને મળવા ગુરૂવારે મુંબઈથી બેંગલુરુ પહોંચ્યા હતા
- સ્પીકર રમેશ કુમારે કહ્યું- સમગ્ર મામલાની વીડિયોગ્રાફી કરી રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપશેમુંબઈ/બેંગુલુરુઃ કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો વિધાનસભા સ્પીકર કેઆર રમેશકુમારને ગુરૂવારે સાંજે 6 વાગ્યે મળ્યાં હતા જે બાદ તેઓ મુંબઈ પરત ફર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી તમામ જેડીએસ અને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા હતા. બળવાખોર ધારાસભ્યો બુધવારે રમેશ કુમાર પર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે વિધાનસભા સ્પીકર જાણીજોઈને રાજીનામું સ્વીકારતા નથી અને તેમાં મોડું કરી રહ્યાં છે.અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે રમેશ કુમારને કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા પર ઝડપથી નિર્ણય લો અને શુક્રવાર સુધીમાં કોર્ટને જણાવો. જે બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મને નિર્ણય લેવાનું કહ્યું છે. મેં દરેક વસ્તુની વીડિયોગ્રાફી કરી છે. આ દરેક વસ્તુ હું કોર્ટને મોકલીશ. તેઓએ કહ્યું, “એવું કહેવાય છે કે મેં પ્રક્રિયામાં મોડું કર્યું, જે ખોટી વાત છે. રાજ્યપાલે મને 6 જુલાઈએ જાણકારી આપી અને ત્યારે હું ઓફિસમાં જ હતો. આ પહેલાં કોઈ ધારાસભ્યએ મને તેમ નથી જણાવ્યું કે તેઓ મળવા આવી રહ્યાં છે.” સ્પીકરે ગુરૂવારે કહ્યું હતું કે ધારાસભ્યોના રાજીનામા પ્રમાણિક છે કે નહીં તે તપાસવામાં મને આખી રાત જેટલો સમય લાગ્યો હતો.
કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. જેમાંથી 10ના રાજીનામાને મંજૂરી મળવામાં મોડું થતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાકીના 6 ધારાસભ્યો પર લાગુ નહીં થાય.
દરેક ધારાસભ્ય ગૃહમાં હાજર રહે- કોંગ્રેસઃ કર્ણાટક વિધાનસભા કોંગ્રેસના નેતા ગણેશ હુક્કેરીએ તમામ ધારાસભ્યોને શુક્રવારથી શરૂ થઈ રહેલાં વિધાનસભા સત્રમાં હાજર રહેવાનું કહ્યું છે. હુક્કેરીના જણાવ્યા મુજબ, અનેક મહત્વના બિલ ગૃહમાં રજૂ કરાશે, જે ધારાસભ્યો આ દરમિયાન ગેરહાજર રહેશે તેને એન્ટી ડિફ્કેશન લો અંતર્ગત ગેરકાયદેસર જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં: ઉમેશ કામતલ્લી, બીસી પાટિલ,રમેશ જારકિહોલી, શિવરામ હેબ્બર, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, બી બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહે રાજીનામા આપ્યા છે. તો કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રોશન બેગે પણ મંગળવારે રાજીનામું આપી દીધું છે. બુધવારે સુધાકર, એમટીબી નાગરાજે રાજીનામા આપ્યાં છે.
Array
કર્ણાટક સંકટ : બળવાખોર ધારાસભ્યો ફરી મુંબઈ ગયા, સ્પીકર રમેશ કુમાર આજે કોર્ટને પોતાના નિર્ણયની જાણ કરશે
- Advertisement -
- Advertisment -