કર્ણાટક : કુમારસ્વામી સરકારની વિદાય નક્કી! રાજ્યપાલે કહ્યું, ‘આપ બહુમત ખોઇ ચૂક્યાં’

0
0

રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) એ સતત બીજા દિવસે રાજ્ય સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં મુખ્યમંત્રીને લખેલી ચિઠ્ઠીમાં રાજ્યપાલે કહ્યું કે, આપની સરકાર બહુમત ખોઇ ચૂકી છે. આપ માત્ર ફ્લોર ટેસ્ટ ટાળવા માટે લાંબી ચર્ચાને અંજામ આપી રહ્યાં છે.

કર્ણાટક (Karnataka) માં એચડી કુમારસ્વામી (Kumaraswamy) ની સરકારની વિદાય લગભગ નક્કી થઇ ગઇ છે.રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) એ સતત બીજા દિવસે રાજ્ય સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં મુખ્યમંત્રીને લખેલી ચિઠ્ઠીમાં રાજ્યપાલે કહ્યું કે, આપની સરકાર બહુમત ખોઇ ચૂકી છે. આપ માત્ર ફ્લોર ટેસ્ટ ટાળવા માટે લાંબી ચર્ચાને અંજામ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે કુમારસ્વામી સરકારને શુક્રવારનાં સાંજનાં 6 કલાક સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

જો કે મહત્વનું છે કે રાજ્યપાલ વજૂભાઈ વાળાના પત્રનો મુદ્દો સદનમાં પણ ઉછળ્યો. રાજ્યપાલના પત્રને લઈ CM કુમારસ્વામીએ સદનમાં સંબોધન કરતા કહ્યું કે, ‘હું વિધાનસભા અધ્યક્ષ પર ફ્લોરટેસ્ટનો નિર્ણય છોડુ છું. ફ્લોરટેસ્ટનો નિર્ણય દિલ્લીથી નિર્દેશિત કરાયેલો નહીં હોય.’

મુખ્યમંત્રી કુમારસ્વામીને લખવામાં આવેલ ચિઠ્ઠીમાં રાજ્યપાલે લખ્યું કે, હું પહેલા જ કહી ચૂક્યો છું કે આપની પાસે બહુમત નથી અને આપ ફ્લોર ટેસ્ટ ટાળવા માટે ચર્ચાને વધારી રહેલ છે. મને સતત આ પ્રકારનાં રિપોર્ટ્સ આવી રહેલ છે કે હાલમાં ધારાસભ્યોની ખરીદ-ફરોક્ત થઇ રહી છે. એવામાં મારી આપને માંગ છે કે આપ જલ્દીમાં જલ્દી વિધાનસભામાં પોતાની સરકારનું બહુમત સાબિત કરે.

રાજ્યપાલે ગુરૂવારનાં રોજ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને એક ચિઠ્ઠી લખી હતી, કે જેમાં તેઓએ શુક્રવાર બપોરનાં 1:30 કલાક સુધી વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ સ્પીકર અને સરકારે શુક્રવારનાં રોજ આવુ ના થવા દીધું. ત્યાર બાદ સ્પીકરે સાંજનાં 6 કલાક સુધીનો સમય આપ્યો છે.

રાજ્યપાલની આ બીજી ચિઠ્ઠી પર મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું કે, મારી પાસે રાજ્યપાલ તરફથી બીજો લવલેટર આવ્યો છે. જેમાં તે અમારી સરકાર પર ધારાસભ્યોની ખરીદ-ફરોક્તનો આરોપ લગાવી રહ્યાં છે. કુમારસ્વામીએ જણાવ્યું કે, હવે રાજ્યપાલ કહી રહ્યાં છે કે હોર્સ ટ્રેડિંગ થઇ રહી છે કે જે વિધાનસભાને માટે ઠીક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here