Monday, February 10, 2025
Homeકર્ણાટક : મંત્રી શિવકુમારને પોલીસે મુંબઈની હોટલમાં જતા રોક્યા, બળવાખોર MLAના સમર્થકોએ...
Array

કર્ણાટક : મંત્રી શિવકુમારને પોલીસે મુંબઈની હોટલમાં જતા રોક્યા, બળવાખોર MLAના સમર્થકોએ ‘ગો બેક’ના નારા લગાવ્યા

- Advertisement -

મુંબઈ: કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા કોંગ્રેસ નેતા શિવકુમારને મુંબઈ પોલીસે હોટલમાં જતા રોક્યા છે. આ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેમણે અહીં રુમ બુક કરાવ્યો છે. અમુક મિત્રો અહીં રોકાયા છે. તેમની વચ્ચે એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે. હું માત્ર ધારાસભ્યો સાથે વાતચીત કરવા માંગુ છું. અગીં ડરાવવા-ધમકાવવાની કોઈ વાત નથી. અમે એક બીજાનું સન્માન કરીએ છીએ. બીજી બાજુ જેડીએસ નેતા એન.ગૌડાના સમર્થકો રેનેસાં હોટલની બહાર શિવકુમાક ગો બેકની નારેબાજી કરી રહ્યા છે.

હોટલની બહાર તહેનાત પોલીસ વિશે શિવકુમારે કહ્યું છે કે, તેઓ તેમનું કામ કરે છે. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. અમે એક સાથે રાજકારણમાં જન્મ લીધો છે અને એક સાથે જ મરીશું. તેઓ અમારી પાર્ટીના લોકો છે અને અમે તેમને મળવા આવ્યા છીએ.

બળવાખોર ધારાસભ્યોએ પોલીસ પાસે સુરક્ષા માંગી

મુંબઈની રેનેસાં હોટલમાં રોકાયેલા કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્યોને મનાવવા કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમાર અને જેડીએસ ધારાસભ્ય શિવલિંગે ગૌડા બુધવારે ખાસ વિમાનથી બેંગ્લુરુથી મુંબઈ પહોંચ્યા હતા. અહીં બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, તેમને મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારથી જોખમ છે. આ વિશે ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી છે.

અમે શિવકુમારને મળવા નથી માગતા

પત્રમાં લખવામાં આવ્યું છે કે, અમે સાંભળ્યું છે કે, સીએમ અને ડીકે શિવકુમાર હોટલમાં આવવાના છે. તે કારણથી અમે ડરેલા છીએ. અમે તેમને મળવા નથી માંગતા. પોલીસને આગ્રહ છે કે, તેમને હોટલમાં આવતા રોકવામાં આવે. પત્રમાં 10 ધારાસભ્યો શિવરામ હેબર, પ્રતાપ ગૌડા પાટિલ, બીસી પાટિલ, એસટી સોમેશેખર, રમેશ જારકિહોલી, બી બસ્વરાજ, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, નારાયણ ગૌડા અને મહેશ કુમુતાલીના હસ્તાક્ષર છે.

કોંગ્રેસે કુમારસ્વામીને ખૂબ પરેશાન કર્યા
જેડીએસ ધારાસભ્ય એન ગૌડાએ કહ્યું કે, અમે ગઠબંધન સરકારથી સંતુષ્ટ નથી. કારણકે બંને પાર્ટીઓમાં કોઈ એકતા નથી. કોંગ્રેસે એચડી કુમારસ્વામીને ખૂબ પરેશાન કર્યા છે. તેઓ જે ઈચ્છે તે તેમને કરવા દેવામાં નથી આવતું. તેઓ જ્યારે અમને બોલાવશે ત્યારે અમે સ્પીકરને મળીશું. અમે પાર્ટી નથી છોડી માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.

અમે અહીં પૈસા માટે નથી આવ્યા
એક ધારાસભ્યએ હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ)ના આરોપ વિશે કહ્યું છે કે, અમે અહીં પૈસા માટે નથી આવ્યા. અમને કોઈ પૈસા નથી આપી રહ્યું. અમે પાર્ટીને 100 વખત અમારી સમસ્યા જણાવી છે પરંતુ તેમણે કદી કશું સાંભળ્યું નથી. અમુક મંત્રીઓ અમારી મજાક ઉડાવતા હતા. ધારાસભ્ય નારાયણ ગૌડાએ જણાવ્યું કે, અમને માહિતી મળી છે કે, મુખ્યમંત્રી અને શિવકુમાર અહીં ધારાસભ્યો સાથે વાત કરવા આવી રહ્યા છે. પરંતુ અમે તેમની સાથે કોઈ બેઠક કરવા નથી માંગતા. તેથી પોલીસને સુરક્ષા આપવા કહ્યું છે.

  • બળવાખોર ઘારાસભ્યોએ પત્ર લખીને મુંબઈ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી
  • ધારાસભ્યોએ કહ્યું હતું કે, અમને મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસ નેતા શિવકુમારથી જોખમ છે
  • મુંબઈ હોટલ બહાર મહારાષ્ટ્ર રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ તહેનાત
  • એહવાલ : રવિ કાયસ્થ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular