Saturday, September 18, 2021
Homeકર્ણાટક : પાળેલા કુતરાના મૃતદેહને વળગીને ચોધાર આંસુએ રડયા હતા નવા સીએમ
Array

કર્ણાટક : પાળેલા કુતરાના મૃતદેહને વળગીને ચોધાર આંસુએ રડયા હતા નવા સીએમ

કર્ણાટકના નવા સીએમ તરીકે બસવરાજ બોમ્મઈએ શપથ લીધા છે. બોમ્મઈએ ભાજપના કદાવર નેતા યેદિયુરપ્પાનુ સ્થાન લીધુ છે. મંગળવારે તેમને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા.

બોમ્મઈના સીએમ બન્યા બાદ તેમનો શ્વાન પ્રેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ તેમના પાળેલા ડોગનુ મોત થયુ હતુ અને તેના કારણે બોમ્મઈ અ્ને તેમનો આખો પરિવાર રડતો હોય તેવો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે, ડોગના શરીર પાસે મુખ્યમંત્રીનો આખો પરિવાર ઉભો છે અને દરેક સભ્યની આંખમાં આંસુ છે. બોમ્બાઈ તેમજ તેમના પત્ની અને પુત્રી કુતરાના મૃતદેહને વળગીને રડી રહ્યા છે અને તેને ભાર હૈયે વિદાય આપી રહ્યા છે.

જે તે સમયે બોમ્મઈએ પોતે પણ આ ઘટના અંગે ટ્વિટ કરીને જાણકારી આપીને કહ્યુ હતુ કે, આજે મારા પાળેલા ડોગ સનીનુ મોત થયુ છે અને અમે બધા બહુ દુખી છે.અમારા પરિવારે એક સભ્ય ગુમાવ્યો છે. ઘરે આવનારા તમામ મહેમાનો સાથે સની હળી મળી જતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments