કર્ણાટક : વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરનો મૃતદેહ મળ્યો, ગૃહમાં ધક્કા-મુક્કીથી દુઃખી હતા

0
4

કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર અને JDS નેતા એસ. એલ. ધર્મગૌડા(64)નો મૃતદેહ મંગળવારે ચિકમગલૂરના કડૂરમાં રેલવે-ટ્રેક પર મળ્યો છે, સાથે એક સુસાઈડ-નોટ પણ મળી છે. પોલીસ પણ હાલ સમગ્ર ઘટનાને સુસાઈડ એંગલથી તપાસી રહી છે. ધર્મગૌડાની આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુસાઈડ-નોટમાં વિધાન પરિષદમાં થયેલા હોબાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સભ્યોએ ડેપ્યુટી સ્પીકર સાથે ધક્કા-મુક્કી કરી હતી

15 ડિસેમ્બરે કર્ણાટક વિધાન પરિષદમાં ભાજપ-જેડીએસ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. કોંગ્રેસ સભ્યોએ ધર્મગૌડા સાથે પણ ધક્કામુક્કી કરી હતી અને તેમને ખુરશી પરથી ધક્કો મારી દીધો હતો. આ ઘટનાથી ધર્મગૌડા ખૂબ દુઃખી હતા.

ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૌડા સોમવારે સાંજે કારથી તેમના ફાર્મહાઉસ માટે નીકળ્યા હતા, પરંતુ ઘણીવાર પછી પણ પરત ન ફરતાં તેમના પરિવારે અને સ્ટાફે તેમની શોધ શરૂ કરી હતી. માનવામાં આવે છે કે ગૌડાએ રસ્તામાં તેમના ડ્રાઈવરને રોકીને કોઈને મળવું છે એમ કહીને એકલા જ આગળ ચાલતા થયા હતા.

એચડી દેવેગૌડાએ કહ્યું- ધર્મગૌડાનું જવું આખા રાજ્યને નુકસાન

ધર્મગૌડાનો મૃતદેહ મળતાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દુઃખ વ્યક્ત કર્યું છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવેગૌડાએ કહ્યું છે કે ધર્મગૌડાના નિધનથી સમગ્ર રાજ્યને નુકસાન થયું છે. તેઓ એક સજ્જન નેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here