Saturday, September 25, 2021
Homeટોપ ન્યૂઝકર્ણાટક : નવા મંત્રીઓએ શપથગ્રહણ સમારંભમાં થોડા અલગ અંદાજમાં શપથ લીધા

કર્ણાટક : નવા મંત્રીઓએ શપથગ્રહણ સમારંભમાં થોડા અલગ અંદાજમાં શપથ લીધા

કર્ણાટકના નવા મંત્રીઓએ બુધવારે બપોરે શપથગ્રહણ સમારંભમાં થોડા અલગ અંદાજમાં શપથ લીધા. ગયા સપ્તાહે મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા બાસવરાજ બોમ્મઈ પણ આ કાર્યક્રમમાં હાજર હતા, જેમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કુલ 29 મંત્રીને શપથ અપાવ્યા.

તેમાંથી અનેક નેતાઓએ ગૌમૂત્ર, ભગવાન અને ખેડૂતોના નામે શપથ લીધા હતા. ધારાસભ્ય પ્રભુ ચૌહાણે સૌથી પહેલાં ગૌમૂત્રના નામે શપથ લીધા હતા, જ્યારે મુરુગેશ નિરાનીએ ભગવાન અને ખેડૂતોના નામે શપથ લીધા હતા. નિરાની કર્ણાટકમાં લિંગાયત સમાજના એક જૂથના પ્રભાવશાળી નેતા છે. ધારાસભ્ય આનંદ સિંહે થાઈ (માતા) અને ભુવનેશ્વરદી દેવીના નામે શપથ લીધા હતા.

નોંધનીય છે કે કર્ણાટકમાં સત્તામાં લાંબા સમયથી ચાલતા ઊહાપોહ વચ્ચે બી.એસ. યેદિયુરપ્પાએ 26 જુલાઈએ રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી ભાજપ હાઈ કમાન્ડે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના નામની જાહેરાત કરીને તમામ અટકળો ખતમ કરી દીધી હતી. બોમ્મઈએ બુધવારે જ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. મુખ્યમંત્રી તરીકે બોમ્મઈના નામનું સૂચન યેદિયુરપ્પાએ જ કર્યું હતું, જ્યારે સરકારના બાકીના મંત્રીઓ, ધારાસભ્યોએ પણ તેનું સમર્થન કર્યું હતું.

બોમ્મઈ સરકારમાં યેદિના પુત્રને જગ્યા નહીં
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બુધવારે મંત્રીમંડળમાં 29 મંત્રી સામેલ કર્યા. જોકે, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને બોમ્મઈ માટે માર્ગ મોકળો કરનારા યેદિયુરપ્પાના પુત્ર બી.વાય. વિજયેન્દ્રને નવા મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું. એવું કહેવાતું હતું કે, યેદિયુરપ્પા હોદ્દો છોડશે તો તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી કે મંત્રી તરીકેનો હોદ્દો અપાશે. જોકે, બોમ્મઈ સરકારમાં કોઈ નાયબ મુખ્યમંત્રી પણ નથી. આ વખતે મંત્રી બનેલા 23 ચહેરા પાછલી કેબિનેટમાં પણ હતા, જેમાં છ નવા ચહેરા સામેલ કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments