કર્ણાટક : એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું ‘રાજકીય અસ્થિરતા રહેશે, 14 મહિનાના કામકાજથી સંતુષ્ટ’

0
17

બેંગ્લુરુ: કર્ણાટકના કાર્યકારી મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ બુધવારે પત્રકાર પરિષદ સંબધોતાં કહ્યું કે રાજ્યમાં રાજકીય અસ્થિરતા જળવાઈ રહેશે. તેમણે અધિકારીઓને આગ્રહ કર્યો કે આવી સ્થિતિમાં તે વિકાસ અને પ્રજાના મુદ્દા પર ધ્યાન આપે અને જનપ્રતિનિધિઓના વિશ્વાસે ના બેસે. કુમારસ્વામીએ કહ્યું કે તે ખેડૂતોની લોનમાફી માટે કરેલા કામથી સંતુષ્ટ છે.

કુમારસ્વામીએ કહ્યું કે હું એ અધિકારીઓનો આભાર માનવા ઈચ્છું છું કે જેમણે કાર્યકાળના 14 મહિનામાં મારી મદદ કરી. જ્યારે સરકારને ધમકી અપાતી હતી ત્યારે અધિકારીઓએ મહેનતથી કામ કર્યુ. જેનાથી રાજ્યમાં નાણાકીય અનુશાસન જળવાઇ રહ્યું. મેં તેમને કહ્યું કે ભવિષ્યમાં પણ રાજકીય અસ્થિરતા રહેશે. હું નથી જાણતો કે આગળ શું થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here