Wednesday, September 22, 2021
Homeદહેગામ : કરોલી ગામે 6 કેસ આવતા ગામના સરપંચ તલાટી ડેલીગેટ અને...
Array

દહેગામ : કરોલી ગામે 6 કેસ આવતા ગામના સરપંચ તલાટી ડેલીગેટ અને આરોગ્ય અધિકારી અને પંચાયતના સભ્યો ભેગા મળીને 2 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું.

દહેગામ તાલુકાના કરોલી ગામે શનિવાર અને રવિવારે ગ્રામપંચાયત તરફથી કડક લોકડાઉનનો લેવાયો નિર્ણય.
બે દિવસે તમામ ધંધા-રોજગાર અને દુકાનો બંધ રાખવામાં આવશે.
ગામમાં કોરોના 6 પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયત સરપંચ તલાટી લીધેલો નિર્ણય.
તારીખ 12 થી 30 સુધી સવારે ૬ થી ૧૨ અને સાંજે 4 થી 8 દુકાનો રહેશે ખુલ્લી.
ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો લોકડાઉનનો નિર્ણય.

     

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામ પંચાયત કચેરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. તેમા ગામના સરપંચ ગોપાલભાઈ પટેલ, તલાટી જયદેવસિંહ બી. રાઠોડ, તાલુકા સદસ્ય અશોકભાઈ પટેલ, કરોલીના આરોગ્ય અધિકારી સ્નેહલબેન પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યો ભેગા મળીને એક બેઠક ગ્રામ પંચાયત કચેરી ખાતે રાખવામાં આવી હતી.

બાઈટ : જયદેવસિંહ રાઠોડ, તલાટી કમ મંત્રી, કરોલી.

કરોલી ગામે 6 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સૌનો સાથ અને સૌના સહકારથી તારીખ 10/04/2021/ ને શનિવાર અને તારીખ11/04/21 રવિવારના રોજ સંપૂર્ણ કડક લોકડાઉન કરવામાં આવશે. 2 દિવસ સુધી વેપાર-ધંધા બંધ કરી દેવામાં આવશે. તેવી ગ્રામ પંચાયતના બેઠકમાં રજૂઆત થવા પામી છે. ત્યારબાદ તારીખ12/04/2021 થી તારીખ30/04/2021 સુધી કરોલી પંચાયતની હદમાં આવતી દુકાનોનો વેપારનો સમય 6 થી 12 અને સાંજે 4 થી 8 ખુલ્લી રહેશે તેવી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે.

બાઈટ : સ્નેહલબેન પટેલ, આરોગ્ય કર્મચારી, કરોલી.

ગામમાં આરોગ્યલક્ષી દવાઓની વહેચણી કરવામાં આવશે તેવી રજૂઆત કરોલી ગામના સરપંચ તલાટી અને સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો ભેગા મળીને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં કોરોનાના કેસ વધે નહીં અને અને લોકો જાગૃત બની જાય તેના માટે પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments