કાર્તિક આર્યને 4.5 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી, ખાસ આ કાર ઈટાલીથી મગાવી

0
1

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો 5 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કાર્તિક આર્યને હાલમાં જ 4.5 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી છે. કાર્તિકે ખાસ આ કાર ઈટાલીથી મગાવી છે.

ત્રણ મહિના રાહ જોવા તૈયાર નહોતો

સૂત્રોના મતે, કાર્તિકે સ્પેશિયલ ઈટાલીથી એરલિફ્ટ કરીને કાર ભારત મગાવી છે. સામાન્ય રીતે લેમ્બોર્ગિની માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ હોય છે, જોકે કાર્તિક રાહ જોવા તૈયાર નહોતો. કાર્તિકે સ્પેશિયલી 50 લાખ રૂપિયા વધારે આપીને કાર ભારત મગાવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કાર્તિક આર્યન ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગમાં વ્યસ્ત હતો, જોકે આ દરમિયાન તેને કોરોના થયો હતો. 14 દિવસ ઘરમાં આઈસોલેટ રહ્યા બાદ કાર્તિક આર્યનનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા 2’ ઉપરાંત ‘ધમાકા’, ‘દોસ્તાના 2’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી 2’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર 10 દિવસમાં ‘ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

2019માં મિની કૂપર કાર ખરીદી હતી

2019માં કાર્તિકે પોતાની માતાને મિની કૂપર કાર ગિફ્ટમાં આપી હતી. 2017માં કાર્તિકે BMW ખરીદી હતી.

આ સેલેબ્સ પાસે પણ છે લેમ્બોર્ગિની…

પ્રભાસ

‘બાહુબલી’ ફૅમ પ્રભાસના કાર કલેક્શનમાં નવી કારનો ઉમેરો થયો છે. પ્રભાસે તાજેતરમાં જ લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. માનવામાં આવે છે કે આ કાર છ કરોડ રૂપિયાની છે. પ્રભાસની લેમ્બોર્ગિની ઓરેન્જ રંગની છે.

રોહિત શેટ્ટી

2019માં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 3 કરોડ રૂપિયાની કિંમતની લેમ્બોર્ગિની ખરીદી હતી. રોહિત શેટ્ટીએ પીળા રંગની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી હતી.

રણવીર સિંહ

રણવીર સિંહ પાસે 2020માં ખરીદેલી લાલ રંગની લેમ્બોર્ગિની યુરુસ છે. સૂત્રોના મતે આ કારની ઓન રોડ કિંમત 3.42 કરોડ રૂપિયા છે.

ઈમરાન હાશ્મી

ઈમરાને થોડાં વર્ષ પહેલાં સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી હતી. પીળા રંગની આ કારની કિંમત 5.65થી 6.28 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ V12 એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકાએ લેમ્બોર્ગિની અવેન્ટાડોર SV કાર થોડાં વર્ષ પહેલાં ખરીદી હતી. આ કારમાં V12 એન્જિન લાગેલું છે અને આ કાર 2.9 સેકેન્ડ્સમાં 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

જ્હોન અબ્રાહમ

એક્ટર પાસે બ્લેક રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે. આ કારમાં V10 એન્જિન આવેલું છે. 3.9 સેકન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પાસે મેટાલિક બ્લુ રંગની લેમ્બોર્ગિની ગેલાર્ડો છે.

પૃથ્વીરાજ

મલાયલમ એક્ટર પૃથ્વીરાજ પાસે લેમ્બોર્ગિની હુરાકેન છે. આ કારમાં V10 એન્જિન છે. 3.4 સેકેન્ડમાં આ કાર 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here