કાર્તિક આર્યને : અપકમિંગ થ્રિલર ફિલ્મ ‘ધમાકા’નું શૂટિંગ માત્ર 10 દિવસમાં પૂરું કર્યું

0
8

કાર્તિક આર્યનની અપકમિંગ થ્રિલર ફિલ્મ ‘ધમાકા’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એક હોટેલમાં માત્ર 10 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું છે. કોરોના વાઈરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને હોટેલ બાયો બબલમાં રાખવામાં આવી હતી. ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની છે.

હોટેલમાં 300 લોકોની ટીમ સિવાય બીજું કોઈ નહોતું

‘ધમાકા’ ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ હોટેલમાં જ રોકાઈ હતી. ફિલ્મના અમુક સીન્સ જ આઉટડોર શૂટ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની યુનિટમાં 300 લોકો હતા. પ્રોડક્શન ટીમે આખી હોટેલ બુક કરી હતી. સેફ્ટી પ્રોટોકોલ્સને પણ ફોલો કર્યા હતા અને બહારના કોઈ પણ વ્યકિતને હોટેલમાં આવવાની અનુમતિ નહોતી.

કાર્તિક આર્યન જર્નલિસ્ટ બન્યો છે

21 ડિસેમ્બરના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધમાકા’નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં તે અર્જુન પાઠકના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક જર્નલિસ્ટનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન પાઠક મુંબઈ ટેરર અટેકનું લાઈવ કવરેજ કરે છે. ફિલ્મની જાહેરાત કાર્તિકે પોતાના બર્થડે એટલે કે 22 નવેમ્બરના રોજ કરી હતી. ફિલ્મમાં 21મી સદીમાં ન્યૂઝ ચેનલમાં કામ કરવાની રીત દેખાડવામાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે, કાર્તિકે 14 દિવસની તારીખો આપી હતી. તે રોજ 8 કલાક કામ કરતો હતો અને ઘણીવાર ઓવરટાઈમ પણ કર્યો. શૂટિંગ નક્કી કરેલા સમય કરતાં પહેલાં જ પૂરું થઈ ગયું. આ મેન સ્ટ્રીમ સિનેમાની પ્રથમ એવી ફિલ્મ છે જેને આટલા ઓછા સમયમાં શૂટ પૂરું કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here