Sunday, September 19, 2021
Homeકાર્તિક આર્યનની ફિલ્મે વરુણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી
Array

કાર્તિક આર્યનની ફિલ્મે વરુણ ધવન અને અક્ષય કુમારની ફિલ્મને પણ પછાડી

કાર્તિક આર્યન સ્ટારર ‘ધમાકા’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર વેચાનારી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની છે. રિપોર્ટ પ્રમાણે, આ મામલે કાર્તિકે વરુણ ધવન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધો છે. ‘કુલી નંબર 1’(એમેઝોન પ્રાઈમ) અને ‘લક્ષ્મી’(ડિઝ્ની પ્લસ હોટસ્ટાર)ના ડિજિટલ રાઈટ્સ ક્રમશઃ 90 કરોડ રૂપિયા અને 110 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

ધમાકાનાં રાઈટ્સ 135 કરોડ રૂપિયામાં વેચાયા

સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, ધમાકા માટે નેટફ્લિક્સે 135 કરોડ રૂપિયાની ડીલ કરી છે. ધમાકાની ખાસિયત એ છે કે, આ શરુઆતથી અંત સુધી 24 કલાકની થ્રિલર ફોર્મેટવાળી ફિલ્મ છે. આ ઉપરાંત કાર્તિક આર્યનનાં ચાહકો દરેક ઉંમરના છે. આ કારણે નેટફ્લિક્સને આ ફિલ્મ પર આટલા બધા રૂપિયા ખર્ચવામાં કોઈ તકલીફ ના પડી.

ફર્સ્ટ લુક શેર કર્યો હતો

ફર્સ્ટ લુક શેર કર્યો હતો

એક્ટર કાર્તિક આર્યને સોમવાર, 21 ડિસેમ્બર 2020ના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધમાકા’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ ફિલ્મમાં તે અર્જુન પાઠકના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કાર્તિક જર્નલિસ્ટનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં અર્જુન પાઠક મુંબઈ ટેરર અટેકનું લાઈવ કવરેજ કરે છે. ફિલ્મના ડિરેક્ટર રામ માધવાની છે.

શૂટિંગ માત્ર 10 દિવસમાં શૂટિંગ પૂરું કર્યું

કોરોના વાઈરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને હોટેલ બાયો બબલમાં રાખવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, કાર્તિકે 14 દિવસની તારીખો આપી હતી. શૂટિંગ નક્કી કરેલા સમય કરતાં પહેલાં જ પૂરું થઈ ગયું. આ મેન સ્ટ્રીમ સિનેમાની પ્રથમ એવી ફિલ્મ છે જેને આટલા ઓછા સમયમાં શૂટ પૂરું કર્યું છે.

કાર્તિક રોજ 8 કલાક કામ કરતો હતો અને ઘણીવાર ઓવરટાઈમ પણ કરતો

કાર્તિક રોજ 8 કલાક કામ કરતો હતો અને ઘણીવાર ઓવરટાઈમ પણ કરતો

હોટેલમાં 300 લોકોની ટીમ સિવાય બીજું કોઈ નહોતું

‘ધમાકા’ ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ હોટેલમાં જ રોકાઈ હતી. ફિલ્મના અમુક સીન્સ જ આઉટડોર શૂટ કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની યુનિટમાં 300 લોકો હતા. પ્રોડક્શન ટીમે આખી હોટેલ બુક કરી હતી. સેફ્ટી પ્રોટોકોલ્સને પણ ફોલો કર્યા હતા અને બહારના કોઈ પણ વ્યકિતને હોટેલમાં આવવાની અનુમતિ નહોતી.

‘ધમાકા’ કોરિયન ફિલ્મ ‘ધ ટેરર લાઈફ’ની રીમેક છે

2013માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં હા જંગ વૂ લીડ રોલમાં જોવા મળ્યો હતો

2013માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં હા જંગ વૂ લીડ રોલમાં જોવા મળ્યો હતો

ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ સ્ટ્રીમ થશે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ‘ધ ટેરર લાઈફ’ની હિંદી રીમેક છે. રામ માધવનના ડિરેક્શનમાં બનેલી આ થ્રિલરમાં કાર્તિક જર્નલિસ્ટના રોલમાં છે. તે ફિલ્મમાં આતંકી હુમલાને પોતાની ચેનલ પર ટેલિકાસ્ટ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments