કાર્તિક આર્યન ફિલ્મો ગુમાવાને કારણે ફરી ચર્ચામાં આવ્યો

0
0

કાર્તિક આર્યન આ વરસે ઘણી ફિલ્મોને લઇને ચર્ચામાં હતો.જોકે આ પછી તે હવે ફિલ્મો ગુમાવાને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. તેના હાથમાંથી ધર્મા પ્રોડકશનની દોસ્તાના ટુ નીકળી ગઇ છે. હવે જાણવા મળેલ પ્રમાણે વધુ એક ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઇ છે.

મળેલી માહિતીને સાચી માનીએ તો, કાર્તિક આર્યન સુપરહીરો ફિલ્મ ફેન્ટમમાં કામ કરવાનો હતો. પરંતુ ક્રિએટિવ ડિફરન્સિસને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી છે. તેણે આ ફિલ્મ માટે પહેલા મૌખિક રીતે હા પાડી હતી પરંતુ હવે તેણે આ ફિલ્મમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.

કાર્તિકનું માનવું હતું કે, તેની સુપરહીરો ફિલ્મ બિગ બજેટમાં બનાવવી જોઇએ. અભિનેતા આ ફિલ્મને કમર્શિયલ એકશનના પ્રમાણે નિર્માણ કરવાનું ઇચ્છતો હતો. જ્યારે વન બાવા આ ફિલ્મને એક ડાર્ક હ્યુમર સુધી રાખીને એક ખાસ દર્શકો માટે બનાવા ઇચ્છતો હતો.

કહેવાય છે કે, કાર્તિક ફિલ્મના માંધાતાઓ સાથે અમુક બાબતે સંમંત થતો નહોતો. વસન બાલાની ફિલ્મ બનાવાની પોતાની એક અલગ સ્ટાઇલ હોય છે. તેમની ફિલ્મ અનોખી હોવા છતાં પણ કમર્શિયલ હોતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here