કાશ્મીર : રાજ્યપાલ મલિકે કહ્યું- ઉમર અબ્દુલ્લા રાજકારણમાં બાળક છે, તેમનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડીને જ જઈશ

0
10

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સોમવારે સ્પષ્ટતા કરી છે. મલિકે કહ્યું હતું કે, આતંકી સુરક્ષાબળો અને માસુમોને નહીં પણ એવા લોકોને મારો, જેમને વર્ષો સુધી ભ્રષ્ટાચાર કરીને કાશ્મીરને લુંટી લીધું છે. તેમના આ નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. મલિકે વળતો જવાબ આપતા ઉમરને રાજકારણમાં બાળક હોવાની વાત કહી છે. તેમને કહ્યું કે, હવે તેમનો ભ્રષ્ટાચાર સામે લાવીને જ કાશ્મીરમાંથી જઈશ.

આ નિવેદનમાં ગુસ્સામાં આપ્યું હતું- રાજ્યપાલ: ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરીને મલિકે કહ્યું કે, આ નિવેદન ભ્રષ્ટાચારથી હેરાન થઈને આપી દીધું હતું. રાજ્યપાલ તરીકે મારે આવું ન કહેવું જોઈએ. આજે રાજ્યના ઘણા રાજનેતા અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. એવા તમામ લોકો મારી નજરમાં અપરાધી છે. જો રાજ્યપાલના પદ પર ન હોત તો આ વાત પર કાયમ રહેત.

હવે નેતાઓની હત્યા થાય તો તેને ગર્વનરનો આદેશ સમજજો- ઉમરઃ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ આતંકીઓ અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મલિકના નિવેદનનો વિરોધ કર્યો છે. તેમને ટ્વીટ કર્યું કે, હવે જો કાશ્મીરમાં કોઈ નેતા અથવા અધિકારીઓની હત્યા થાય તો તેને રાજ્યપાલનો આદેશ ગણવામાં આવે. તેમને પહેલા પોતાનામાં એક નજર કરવી જોઈએ, ત્યારબાદ અન્ય લોકો પર આંગળી ઉઠાવવી જોઈએ.

ઉમરના 90% ટ્વીટ્સનો લોકો વિરોધ કરે છે- રાજ્યપાલઃ મલિકે ઉમરની પ્રતિક્રિયા પર તેમને આડેહાથે લીધા હતા. તેમને કહ્યું કે, તે દરેક મુદ્દાઓ પર ટ્વીટ કરીને રાજકારણમાં બાળકો જેવું વર્તન કરે છે. ટ્વીટર પર પોસ્ટ જોશો તો બધી ખબર પડી જશે. 90% લોકો તેમના ટ્વીટનો વિરોધ કરે છે. માનવામાં ન આવતું હોય તો શેરીએ શેરીએ જઈને લોકોને પુછી લો.

દોઢ રૂમના મકાનમાંથી અહીં સુધી પહોંચ્યો છુંઃ મલિકે કહ્યું કે, કાશ્મીરની જનતા સાથે મારી અને તેમની પ્રતિષ્ઠા વિશે પુછી લેજો. હું દિલ્હીમાં મારી પ્રતિષ્ઠાના કારણે આ જગ્યાએ છું અને તમે લોકો પોતાની પ્રતિષ્ઠાના કારણે જ્યાં છો ત્યાં હોવા જોઈએ. મારી પાસે ન તો બાપ -દાદાનું નામ છે અને ન તમારી જેમ પૈસા છે. દોઢ રૂમના મકાનમાંથી અહીં સુધી પહોંચ્યો છું. ગેરંટી આપું છું કે, આ લોકોનો ભ્રષ્ટાચાર અહીંથી હટાવીને જ જઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here