કાશ્મીર : ધારા 144 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, કહ્યું સરકારને સમય મળવો જોઇએ

0
24

જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 144 હટાવવા પરની અરજી પર સુનાવણીને લઇને સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલો સંવેદનશીલ છે. આ મામલે સરકારને સમય મળવો જોઇએ. સુપ્રીમ કોર્ટે અરજી પરની સુનાવણીમાં કહ્યું કે બે અઠવાડીયા બાદ આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે.

  • કાશ્મીરની સ્થિતિને સુપ્રીમ કોર્ટે બતાવ્યું સંવેદનશીલ
  • સરકારને સમય આપવા જણાવ્યું
  • પ્રાથમિક સુવિધાઓ જલ્દી મળવા લાગશે
  • થોડા દિવસોમાં પરિસ્થિતિ થઇ જશે સામાન્ય

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે અર્ટૉની જનરલને પૂછ્યું હતું કે આ ક્યાં સુધી ચાલશે. જેના પર અર્ટૉની જનરલે કહ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થઇ જશે તેની સાથે જ વ્યવસ્થા પણ સામાન્ય થઇ જશે. અમે પ્રયત્ન કરી રહ્યાં છે કે લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય. 1999થી હિંસાના કારણે 44000 લોકોના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તમે સ્થિતિનિ સમીક્ષા કરી રહ્યાં છો? આ પર અર્ટૉની જનરલ જણાવ્યું કે અમે રોજ સમીક્ષા કરી રહ્યાં છે, અને સુધાર પણ થઇ રહ્યો છે. જો કે આશા છે કે આગામી દિવસોમાં સ્થિતિ સામાન્ય થઇ જશે

અરજી કરનારના વકીલે કહ્યું કે પ્રાથમિક સુવિધા સામાન્ય થઇ જવી જોઇએ. જ્યારે હોસ્પિટલમાં સેવા પણ સામાન્ય થઇ જવી જોઇએ. જેના પર અર્ટૉની જનરલે કહ્યું કે સ્થિતિ સંવેદનશીલ છે. અમે પ્રાથમિક સુવિધાને સામાન્ય કરવા પર કામ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે ઘાટીમાં અત્યારે પણ મોબાઇલ ફોન, મોબાઇલ ઇન્ટરનેટ અને ટીવી-કેબલ પર પણ રોક લગાવામાં આવી છે. જો કે જમ્મૂમાંતી ધારા 144 સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવી છે, કેટલાંક વિસ્તારમાં મોબાઇલ ફોનની સુવિધા પણ ચાલુ કરી દેવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here