કાશ્મીરી પંડિતોનું મોદી સરકારને અલ્ટિમેટમ, માર્ચ સુધીમાં પુનર્વસન કરાવો નહીંતર…

0
18

કાશ્મીર પૂનર્વાસ સમિતિએ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને બીજી વખત વસવાટ માટે કેન્દ્ર સરકારને માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કાશ્મીર પૂનર્વાસ સમિતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે સોમવારે એક નિવેદન સોંપ્યું છે.

  • કાશ્મીર પૂનર્વાસ સમિતિનું કેન્દ્રને માર્ચ સુધી અલ્ટિમેટમ
  • 6 વર્ષમાં પીએમ કે ગૃહમંત્રીએ નથી લીધી મુલાકાત
  • એક માત્ર પૂર્વ પીએમ મનમોહનસિંહે શિબિરની લીધી છે મુલાકાત
  • ગત મહિને કેન્દ્રના મંત્રીમંડળની મુલાકાતમાં પણ કોઇને ન લીધી મુલાકાત

કાશ્મીર પૂનર્વાસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના વસવાટને લઇને સરકારની નીતિ અંગેની જાહેરાત કરે. સમિતિ દ્વારા જણાવામાં આવ્યું કે મોદી સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સતત કાશ્મીરી પંડિતો પર થઇ રહેલા અત્યાચાર અંગે વાતચીત કરે છે, પરંતુ આજે પણ ઘાટીમાં 5 લાખ કાશ્મીરના લોકો એક રકમ પુનર્વાસ કાર્યયોજનાની રાહ જોઇ રહ્યાં છે.

કાશ્મીરી પંડિતોએ પૂનર્વાસ યોજનાને લઇને વિફળ રહેલા કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન અંગેની ચેતાવણી આપી છે. સમિતિ દ્વારા જણાવામાં આવ્યું કે 1989 માં ગયા બાદ મૂળભુત બંધારણીય અધિકાર મળી રહ્યાં નથી.

કાશ્મીરી પંડિતોની સમિતિએ ફરિયાદ કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એકવાર પણ 6 વર્ષમાં કોઇપણ કાશ્મીરી પંડિત પ્રવાસી શિબિરની મુલાકાત લીધી નથી. સમિતિએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને યાદ કરતાં કહ્યું કે આ એક માત્ર પીએમ છે જેઓ આ શિબિરમાં આવ્યાં હતા.

દરેક લોકો અમને ઘાટીમાં પરત લાવવાનું વચન આપે છે પરંતુ વાસ્તવમાં તેના પર કોઇ કામ કરી રહ્યાં નથી. આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રનું મંત્રીમંડળ પૂર્વ જમ્મૂ-કાશ્મીર રાજ્યની મુલાકાતે આવ્યું હતું, ત્યારે કોઇપણ મંત્રી જમ્મૂમાં આ સમૂદાયના પ્રવાસિઓની શિબિરની મુલાકાતે આવ્યાં નહોતાં. જેનાથી એવું લાગી રહ્યું છે કે જાણી જોઇને તેમને અનદેખા કરવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here