સુરત : કતારગામ-ડભોલીની LP સવાણી રિવર સાઈડ સ્કૂલે ફીની માગણી કરતા વાલીઓનો વિરોધ

0
6

સુરત. શહેરના કતારગામ-ડભોલીની LP સવાણી રિવર સાઈડ સ્કૂલે ફીની માગણી કરતા વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાલ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. જોકે, કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ વાલીઓ મિટિંગ કરી આગામી રણનીતિ તૈયાર કરશે. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઓનલાઇન ભણાવે છે એટલે એકલ દોકલ બોલાવી ફી ભરવી પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો ફી નહીં ભરે તો LC લઈ જવા પણ કહેવામાં આવ્યું છે અને રિઝલ્ટ પણ અટકાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાલીઓ સાથે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પ્રિન્સિપાલ, વાલીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મિટિંગ શરૂ

વાલીઓના વિરોધના પગલે પોલીસ સ્કૂલ ખાતે પહોંચી છે. હાલ તો પોલીસ દ્વારા વાલીઓને સમજાવ્યા છે. ત્યારબાદ પ્રિન્સિપાલ, વાલીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મિટિંગ ચાલી રહી છે. મિટિંગ બાદ વાલીઓ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here