વારંવાર પગ હલાવવાની ઈચ્છા થતી હોય તો રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોઈ શકે છે, વ્યક્તિને આપઘાતના વિચારો આવવા લાગે છે

0
0

હેલ્થ ડેસ્કઃ શું તમને વારંવાર પગ હલાવવાની ઈચ્છા અને પગ હલાવતા ન રોકી શકવાની સમસ્યા થાય છે? જો હા, તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે આ એક એવો રોગ છે જેમાં વ્યક્તિના પગમાં ખાસ કરીને સાંજે અથવા રાત્રિના સમયે અનકમ્ફર્ટેબલ ફીલિંગ જેમ કે ખેંચાણ, બળતરા, પગમાં કળતર વગેરે થાય છે. આ સ્થિતિમાં રાહત મેળવવા માટે વ્યક્તિને પગ હલાવવાની અથવા ચાલવાની તીવ્ર ઇચ્છા થાય છે.

આ રોગ વિશે સાંભળીને એવું લાગે કે તે વ્યક્તિને બહુ નુકસાન નથી પહોંચાડી શકતી. પરંતુ આ રોગમાં ઊંઘ આવવામાં મુશ્કેલી, ઊંઘ દરમિયાન નસ ચઢી જવી, બેસવામાં તકલીફ થવી અને લાંબા સમય સુધી એક જગ્યાએ ઊભા ન રહી શકવું વગેરે સમસ્યાઓ પેદા થાય છે. આ ઉપરાંત, આ સાથે વધુ એક સમસ્યા પણ ઉમેરાઈ ગઈ છે. આ સિન્ડ્રોમથી પીડાતી વ્યક્તિને આપઘાતના વિચારો પણ આવવા લાગે છે.

આત્મહત્યાનું વધુ જોખમ
એક લેટેસ્ટ રિસર્ચમાં બહાર આવ્યું છે કે, આ રોગ ધરાવતા લોકોમાં આત્મહત્યા અથવા પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ સ્થિતિ ત્યારે પણ આવી શકે છે જ્યારે દર્દી ડિપ્રેશન, સ્ટ્રેસ, ડાયાબિટીસ અથવા અનિંદ્રા જેવા કોઈ રોગથી ન પીડાતી હોય.

આ રીતે અભ્યાસ કરવામાં આવ્યો
અમેરિકામાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમથી પીડિત આશરે 24,179 દર્દીઓ અને 1,45,194 એવા લોકોનો મેડિકલ રિપોર્ટ સ્ટડી કરવામાં આવ્યો, જેમને આ સિન્ડ્રોમ નહોતો. તેમાંથી કોઈને પણ આત્મહત્યા કરવાનો કે પોતાને નુકસાન પહોંચાડવાનો વિચાર નહોતો આવતો.

આ રેકોર્ડ સ્ટડી કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, એવા લોકો જેમને આ સિન્ડ્રોમ હતો તેમને આત્મહત્યા અથવા જાતને નુકસાન પહોંચાડવાની આશંકા એ લોકોની સરખામણીએ આશરે 270% વધુ હતી, જેમને આ સિન્ડ્રોમ નહોતો. સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે ડિપ્રેશન, સ્લીપ ડિસોર્ડર અથવા અન્ય રોગો જેવાં ફેક્ટર્સ હટાવવા પર પણ આ જોખમ ઓછું ન થયું.

સંશોધકોએ કહ્યું કે, તેમને હજી સુધી આત્મહત્યા અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ વચ્ચે કનેક્શન પાછળનું કારણ નથી મળ્યું. તેથી તેઓ હજી આ વિષય પર વધુ રિસર્ચ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here