આઇસોલેશનમાં કેટરિના કૈફ અને કાર્તિક આર્યને વાસણ સાફ કર્યા, અર્જુન કપૂરે કેટરિનાને કાંતાબાઈ 2.0 કહી

0
16

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા છે. ઘરે રહીને સેલેબ્સ અલગ અલગ પ્રવૃત્તિ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. કોઈ વર્કઆઉટ કરી રહ્યું છે તો કોઈ બુક વાંચી રહ્યા છે, પેન્ટિંગ કરી રહ્યા છે તો અમુક સ્ટાર્સ ઘરકામ કરી રહ્યા છે. કેટરિના કૈફે વાસણ કઈ રીતે સાફ કરવા તેનો ટ્યુટોરિયલ વીડિયો શેર કર્યો છે.

કેટરિનાએ વીડિયોમાં કહ્યું કે, ઘરકામમાં મદદ કરનારા પણ સેલ્ફ આઇસોલેશનમાં છે. તો મેં અને ઇઝી (કેટરિનાની બહેન ઇઝાબેલે કૈફ) અમે નક્કી કર્યું કે વાસણ સાફ કરીએ. મેં વિચાર્યું કે હું એક નાનો પ્રોફેશનલ ટ્યુટોરિયલ વીડિયો બનાવું. તેણે આગળ કહ્યું કે, પહેલા હું એવું નક્કી કરતી હતી કે હું એક એક વાસણ સાફ કરીને રાખું? પછી મેં વિચાર્યું કે આના કરતા એક સારો ઉપાય છે. બધા વાસણને સિંકમાં રાખો અને પાણી બંધ કરો જેથી તમે પાણી નો બગાડ ન કરો. હવે બધા સાફ કરી લો.

https://www.instagram.com/p/B-FEZmEBq73/?utm_source=ig_embed

કેટરિના કૈફના આ વીડિયો પર અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી કે, તમને મારા ઘરે આમંત્રણ છે કાંતાબાઈ 2.0.

કાર્તિક આર્યને તેની બહેનનો વીડિયો રીપોસ્ટ કર્યો હતો જેમાં તે વાસણ સાફ કરી રહ્યો હતો. તેણે લખ્યું હતું કે, કહાની ઘર ઘર કી, આવું ઘરમાં ઘણીવાર જોવા મળે છે.

https://www.instagram.com/p/B-FOolXppS0/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here