Tuesday, September 21, 2021
Homeકૌન બનેગા કરોડપતિના સેટ પર સર્જાયુ પહેલીવાર રીવર્સ દ્રશ્ય
Array

કૌન બનેગા કરોડપતિના સેટ પર સર્જાયુ પહેલીવાર રીવર્સ દ્રશ્ય

મુંબઈ તા.28
પ્રભાવિત થઈને, ફેન હોવાના કારણે કે પછી સદીના મહાનાયક હોવાની રૂએ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર સૌ કોઈ અમિતાભ બચ્ચનને પગે લાગે એવુ લગભગ દરરોજ જોવા મળે છે, પણ આવતીકાલે ઓનએર થનારા એપિસોડમાં તમને પહેલી વખત રીવર્સ દ્રશ્ય જોવા મળશે. 19મી ઓગષ્ટથી શરૂ થયેલી ‘કૌન બનેગા કરોડપતિ’ની આ અગિયારમી સીઝનમાં પહેલીવાર એવુ બન્યુ હોટસીટ પર બેસનારા કન્ટેસ્ટન્ટને ખુદ મહાનાયકે ઝૂકીને આશીર્વાદ લીધા.

આ દ્રશ્ય જોઈને સેટ પર રહેલા સૌ કોઈ ગદ્ગદ્ થઈ ગયા હતા. બન્યુ એવુ હતુ કે આ અંતિમ એપિસોડમાં પ્રતિયોગી તરીકે બીજુ કોઈ નહી પણ ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના ધર્મપત્ની અને જાણીતા કર્મનિષ્ઠ સુધા મૂર્તિ આવ્યા હતા. અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા અને અઢળક સામાજિક સંસ્થા ચલાવતા સુધા મૂર્તિને જીવનમાં એકવાર મળવુ એ અહોભાગ્ય છે એવુ અમિતાભ બચ્ચને કહ્યુ હતુ. સુધા મૂર્તિએ આ શોમાં પોતાના જીવનના અનેક પ્રસંગો વિશે વાત કહી હતી તો તેમના કોલેજકાળના કિસ્સાઓ પણ તેમણે કહ્યા હતા અને નારાયણ મૂર્તિની પણ અજાણી વાતો તેમણે શેર કરી હતી. યાદ રહે, સુધા મૂર્તિ હુબલીના પહેલા એન્જીનીયર બન્યા હતા. 1968માં જયારે તેમણે એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધુ ત્યારે કોલેજમાં 600 સ્ટુડન્ટ હતા, જેમાંથી 599 સ્ટુડન્ટ બોયઝ હ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments