Thursday, August 5, 2021
No menu items!
HomeTRPના ટોપ-૧૦ લીસ્ટમાં 'કૌન બનેગા કરોડપતિ'એ મારી એન્ટ્રી, કપિલ શર્મા શો તળિયે
Array

TRPના ટોપ-૧૦ લીસ્ટમાં ‘કૌન બનેગા કરોડપતિ’એ મારી એન્ટ્રી, કપિલ શર્મા શો તળિયે

ટેલીવુડનો સૌથી પોપ્યુલર શો ‘કૌન બનેગા કરોડપતિ’ ખુબ જ લોકચાહના ધરાવતો શો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ સોની ટીવી પર પ્રસારિત થાય છે અને અમિતાભ બચ્ચનનાં ક્વિઝ ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની દરેક સીઝનને સારી સફળતા મળી રહી છે. આ શોની છેલ્લી ૧૦ સીઝનને પણ સારી એવી સફળતા મળી હતી. ત્યારે હાલ ૧૧મી સીઝનને લઈને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. TRPના ટોપ-૧૦ લીસ્ટમાં પહેલા જ સપ્તાહમાં આ શો ટોપ-૧૦ના લિસ્ટમાં શામેલ થઇ ગયું છે. હાલ તો ટીઆરપી લીસ્ટમાં ‘કૌન બનેગા કરોડપતિ ૭’માં ક્રમાંકે છે. ગત અઠવાડિયાના ટોપ-૫ના લીસ્ટમાં ‘ધ કપિલ શર્મા’શોને સ્થાન જ ન હતું મળ્યું. ત્યારે કપિલ શર્માનાં પ્રોગ્રામ ‘ધ કપિલ શર્મા’ શોને મોટો આંચકો લાગ્યો છે. આ શો હવે નીચે ઉતરીને છઠ્ઠા સ્થાને પર આવી ગયું છે. ટોપ-૧૦ ની વાત કરીએ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટોપ-૫માં આવી ગયું છે. તો સાથે ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ની ટીઆરપીમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પહેલાની જેમ હજી પણ ટોપ-૧માં જ છે.

જીટીવીનો શો ‘કુંડલી ભાગ્ય’ બીજા નંબર પર છે. ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ ત્રીજા નંબર પર આવી ગયો છે. ત્યારે છઠ્ઠા નંબરે ‘ધ કપિલ શર્મા શો’, અને ૭માં ક્રમે ‘કૌન બનેગા કરોડપતિ’, ૮માં સ્થાને ‘સુપરસ્ટાર સિંગર’ અને ત્યારબાદ ‘તુજસે હૈ રાબ્તા’ અને ૧૦માં નંબર પર ‘છોટી સરદારની’ શોએ જગ્યા બનાવી લીધી છે. કોન બનેગા કરોડપતિની વાત કરીએ તો આ શોને પહેલાની જેમ જ પ્રથમ એપિસોડથી લોકપ્રિયતા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments