- Advertisement -
અરવલ્લી જિલ્લા ના મોડાસા -બાયડ – ગાબટ -સહિત ઉમિયા પરિવાર ના પ્રમુખો તેમજ હોદ્દેદારોની આજે ઉમિયા જિન સાકરીયા ખાતે ઉંઝા ઉમિયા મંદિર ના પ્રમુખ મણીભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં લક્ષચંડી યજ્ઞ ની પૂજા મેં બેસવા માટે ૧૧ હજાર રૂપિયા ની ભેટ સમાજ ના સેવકો ને આહવાન કરવા અને ડિસેમ્બર-૨૦૧૯ માં ઉંઝા ખાતે ભવ્ય આયોજન ના ભાગ રૂપે મળી હતી જેમાં ઊંઝા સંસ્થા ના મંત્રી દિલીપભાઈ પટેલ,પહાડાપૂર ના પ્રવીણભાઈ બી પટેલ બાયડ ના શામલભાઈ પટેલ પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેકટર સાબરડેરી રણેચી ના સુભાષભાઈ પટેલ ડિરેકટર સાબરડેરી અરવલ્લી જિલ્લા હોટેલ એન્ડ ગેસ્ટહાઉસ એસોસિએશન ના પ્રમુખ દિલીપ પટેલ મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એસ આર પટેલ પ્રાધ્યાપક ગોપાલભાઈ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ના ઉપ પ્રમુખ પીયૂષભાઈ પટેલ ,મોડાસા વિસ ગામ સમાજ ના પ્રમુખ રમણભાઈ પટેલ,જિન ના મલિક સંજયભાઈ પટેલ અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ ના મુખ્ય સંયોજક ચંદ્રકાન્ત પટેલ સહિત ના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને લક્ષચંડી યજ્ઞ માં દાતા ઓ દ્વારા દાન ની જાહેરાત કરી હતી આંબા ગામ ના ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ પટેલ પણ જાહેરાત કરી અને તમામ સમાજ ના આગેવાનો કાર્યકરો ને લક્ષચંડી યજ્ઞ અને સંગઠન માં સક્રિય થઈ સંઘથન અને લક્ષચંડી યજ્ઞ ની ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર કરી વધુ માં વધુ લાખો ની સંખ્યામાં આ યજ્ઞ માં જોડાય તે દિશા માં કામ કરવા જણાવ્યું હતું.
વધુમાં અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા લક્ષચંડી યજ્ઞ મોં ભાગલેવા અગિયાર હજાર આપી ચંદ્રકાન્ત પટેલે જાહેરાત કરી છે તેમજ સોસીયલ મીડિયા અને નાના મોટા વાહનો પર લક્ષચંડી યજ્ઞ ના કાર્યક્રમ ના સ્ટીકર લગાવી જાહેરાત કરવા પણ નવયુવાનો ને જણાવાયું છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઉમિયા પરિવાર ના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી