બિગબોસ 14 : કવિતા કૌશિક કેન્સરનો જંગ હારી ચૂકેલા પિતાને યાદ કરીને રડી પડી, અંતિમ શબ્દો હતા, ‘રોનિત સારો છોકરો છે, તારું ધ્યાન રાખશે’

0
11

લોકપ્રિય ટીવી શો ‘FIR’માં ચંદ્રમુખી ચૌટાલાનો રોલ પ્લે કરીને લોકપ્રિય બનનાર કવિતા કૌશિકે થોડાં દિવસ પહેલાં જ ‘બિગ બોસ 14’માં બીજીવાર એન્ટ્રી લીધી છે. કવિતા પિતાની ઘણી જ નિકટ હતી. થોડાં વર્ષ પહેલાં જ કવિતાના પિતાનું કેન્સરને કારણે મોત થયું હતું. ‘બિગ બોસ’માં કવિતાએ રૂબીના સમક્ષ પિતાના અંતિમ શબ્દો યાદ કર્યા હતા. પિતાને યાદ કરતાં સમયે કવિતાની આંખમાંથી આંસુ આવી ગયા હતા.

એક એપિસોડમાં કવિતાએ રૂબીના આગળ મનની વાત કરતાં કહ્યું હતું કે તેના પિતા દિનેશ સિંહ કૌશિક પોલીસ અધિકારી હતા. પિતાએ કેન્સર સામે લાંબી જંગ લીડી હતી. કવિતાને તેના પિતા હંમેશાં કહેતા કે તું આખા ઘરનું ધ્યાન રાખે છે પરંતુ તારું ધ્યાન કોણ રાખશે?

 

પિતા સાથેની અંતિમ વાતચીત

કવિતાએ કહ્યું હતું કે તેના પિતાને તેની ઘણી જ ચિંતા રહેતી હતી. તેઓ કહેતા કે કવિતા માટે કોઈ પાત્ર શોધવું મુશ્કેલ છે. જોકે, તેમને ખ્યાલ હતો કે કવિતા તથા રોનિત એકબીજાને પસંદ કરે છે. મરતા પહેલાં પિતાએ અંતિમ વાતચીતમાં કવિતા પાસે રોનિતની વાત કહી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે કવિતાને અંતે જીવનસાથી મળી ગયો. પિતાના અંતિમ શબ્દો હતા કે રોનિત એક સારો છોકરો છે અને તે તારું સારી રીતે ધ્યાન રાખશે. આટલું કહેતા જ કવિતા ભાંગી પડી હતી અને રડવા લાગી હતી. રૂબીનાએ તેને સંભાળી હતી.

ઉલ્લેખનીય છે કે કવિતા તથા રોનિત બેસ્ટ ફ્રેન્ડ હતા. કેટલાંક વર્ષોની મિત્રતા તથા રિલેશન બાદ બંનેએ 27 જાન્યુઆરી, 2017ના રોજ લગ્ન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here