KBC 12 આજથી ટેલિકાસ્ટ થશે, જાણો ક્યારે, ક્યાં જોઈ શકશો અમિતાભ બચ્ચનનો શો

0
0

લોકપ્રિય ટેલિવિઝન રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ (કેબીસી) છેવટે લોકોના સપનાને પહેલી ઉડાન આપવા તૈયાર છે. આ શો 28 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. મહિનાઓથી ઉત્સુક બેઠેલા ચાહકોની આ પ્રતીક્ષા આખરે પૂરી થઈ ગઈ છે. આવો, શો જોવાનો સમય, ચેનલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તે જાણો, પછી તમે શો જોવાનું ચૂકશો નહીં.

ઓનલાઇન અહીં જુઓ કેબીસી 12

અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝન 28 સપ્ટેમ્બર એટલે કે સોમવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. તે દર સોમવારથી શુક્રવારે પ્રસારિત કરવામાં આવશે. તમે તેને સોની ટીવી ચેનલ પર જોઈ શકો છો. આ સિવાય કેબીસી 12 નો પણ આનંદ સોની લાઇવ પર માણી શકાય છે. મોબાઇલ પર જોઈ રહેલા લોકો માટે જિયો ટીવી, એરટેલ ટીવી પર કેબીસી જોવાની સુવિધા ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here