Saturday, September 18, 2021
Homeએન્ટરટેમેન્ટકેબીસી 13 : 'સંસદ બેઠક' પર પૂછવામાં આવેલો સવાલ ખોટો અને જવાબ...

કેબીસી 13 : ‘સંસદ બેઠક’ પર પૂછવામાં આવેલો સવાલ ખોટો અને જવાબ પણ ખોટો

 

‘કૌન બનેગા કરોડપતિ 13’ના પ્રોડ્યૂસર સિદ્ધાર્થ બસુએ સો.મીડિયા યુઝરને હાલમાં જ જવાબ આપ્યો હતો. આ યુઝરે દાવો કર્યો હતો કે ‘કેબીસી 13’માં સોમવાર, 13 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં એક ખોટા જવાબને સાચો બતાવવામાં આવ્યો હતો. વ્યૂઅરે એમ કહ્યું હતું કે સવાલ પણ ખોટો હતો અને તેનો જવાબ પણ ખોટો હતો. સિદ્ધાર્થે જવાબ આપ્યો હતો કે તે સવાલમાં કોઈ ભૂલ નહોતી.

સંસદની બેઠક અંગે સવાલ હતો
સ્પર્ધક દીપ્તિ તુપેને ‘કેબીસી 13’ના હોસ્ટ અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો હતો, ‘સામાન્ય રીતે ભારતીય સંસદની દરેક બેઠક આમાંથી કોની સાથે શરૂ થાય છે?’ સાચો ઉત્તર પ્રશ્નકાળ બતાવવામાં આવ્યો હતો.

વ્યૂઅરે સવાલનો ખોટો ગણાવ્યો
વ્યૂઅર આશીષ ચતુર્વેદીએ આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘@KBCsonyના આજના એપિસોડમાં ખોટો સવાલ-જવાબ. ટીવી પર અનેક સેશન ફોલો કરી ચૂક્યો છું. સામાન્ય રીતે લોકસભામાં બેઠકની શરૂઆત શૂન્યકાળથી થાય છે અને રાજ્યસભામાં બેઠકની શરૂઆત પ્રશ્નકાળથી થાય છે. યુઝરે અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ બસુ તથા લોકસભા સેકેટ્રિએટને ટૅગ કરીને લખ્યું હતું, મહેરબાની કરીને આની તપાસ કરાવો.’

શોના પ્રોડ્યસૂરે જવાબ આપ્યો
સિદ્ધાર્થે વ્યૂઅરને જવાબ આપતા કહ્યું હતું, ‘કોઈ ભૂલ નથી. મહેરબાની કરીને તમે લોકસભા તથા રાજ્યસભાના સભ્યોની હેન્ડબુક જુઓ. બંને ભવનમાં અધ્યક્ષ/અધ્યક્ષા જ્યાં સુધી કોઈ સૂચના આપતી નથી ત્યાં સુધી પારંપરિક રીતે બેઠક પ્રશ્નકાળથી શરૂ થાય છે. ત્યારબાદ શૂન્યકાળ હોય છે.’

વેબસાઇટ પર ક્રોસ ચેક કર્યું
વ્યૂઅરે પોતાની ફોલોઅપ પોસ્ટમાં કહ્યું હતું, ‘મિસ્ટર બસુ, તમારા રિપ્લાય માટે આભાર. મેં લોકસભા તથા રાજ્યસભાની વેબસાઇટ પર આપેલી માહિતીને ક્રોસ ચેક કરી છે. બે સ્ક્રીનશોટ આ વાતનો પુરાવો છે કે પ્રશ્ન તથા જવાબ ખોટો છે.’ ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની બેઠક સવારે 11 વાગે શરૂ થાય છે. વ્યૂઅરે પોતાની પોસ્ટ સાથે સ્ક્રીનશોટ પણ શૅર કર્યા છે.

‘કેબીસી’ હૃદય તથા મનને સ્પર્શે છે
વર્ષની શરૂઆતમાં સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કેબીસી’ હવે માત્ર એક ક્વિઝ શો નથી. માનવીય વાતો હંમેશાં મહત્ત્વ ધરાવે છે. આ શોએ ભારતમાં પહેલી સિઝનથી સનસનાટી ફેલાવી હતી અને તેના આધારે બુક ‘ક્યૂ એન્ડ એ’ લખવામાં આવી હતી. આ શો હવે હૃદયની સાથે સાથે મનને પણ સ્પર્શે છે.’

શોએ 21 વર્ષ પૂરા કર્યા
શો ‘કૌન બનેગા કરોડપતિ’ વર્ષ 2000માં શરૂ થયો હતો. શોને આ વર્ષે 21 વર્ષ પૂરા થયા છે. આ શો ત્રીજી સિઝન જ માત્ર શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. બાકી તમામ સિઝન અમિતાભે હોસ્ટ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments