કેબીસીમાં આ વખતે ‘ઓડિયન્સ પોલ’ નહી હોય લાઈફલાઈન, કોરોનાને કારણે થયા આ ફેરફાર

0
7

ટીવીનો પોપ્યુલર શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ની 12મી સિઝન ટૂંક સમયમાં ટીવી પર આવશે. આ વખતે કોરોનાને કારણે શોમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. શોમાં સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેબીસી 12ના ક્રિએટીવ નિર્માતા સુજાતા સંઘમિત્રાએ જણાવ્યું કે કોરોનાકાળમાં કેવી રીતે આ શોનું શૂટિંગ કરવામાં આવ્યું.

ક્યાં ક્યાં ફેરફાર કરીશું?

સોની ટીવીના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સુજાતા કહે છે કે, ‘અમે દર વખતે વિચારીએ છીએ કે અમે વધુ એક કેબીસીની સિઝન કરીશું તો તેમાં ક્યાં ક્યાં ફેરફાર કરીશું? ત્યારે આ વખતે શું અલગ હશે. આ વખતના સંજોગોએ શોને સંપૂર્ણ રીતે અલગ કરી દીધો છે. અમે વર્ક ફ્રોમ હોમ કરીને આખો શો બનાવ્યો છે. આખી પ્રોસેસ બદલાઈ ગઈ છે. દુનિયા અમારા માટે બદલાઈ ગઈ છે. અગાઉ અમે ઓડિશન માટે ઘરે-ઘરે જતા હતા, આ વખતે ડિજિટલી ઓડિશન લીધા છે.’

વીડિયો ઓફ ફ્રેન્ડ

આ વખતે શોમાં પ્રેક્ષક નથી તેથી ‘ઓડિયન્સ પોલ’ લાઈફલાઈન બદલાઈ ગઈ છે. 20 વર્ષમાં પ્રથમવાર આવું બન્યું છે જ્યારે શોમાં ‘ઓડિયન્સ પોલ’ નહીં હોય. તેના બદલે વીડિયો ઓફ ફ્રેન્ડ્સનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. જેમાં લોકો ઘરે બેસીને સ્પર્ધકોને મદદ કરી શકશે.

સ્પર્ધકોની સંખ્યામાં થયો ઘટાડો

આ શોમાં અગાઉ 10 સ્પર્ધકો રમતા હતા પણ હવે અમે તેમની સંખ્યા ઘટાડીને આઠ કરી દીધી છે. કારણ કે આપણે સામાજિક અંતર હેઠળ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે સ્પર્ધકો એકબીજાથી દૂર રાખવાના હોય છે. તે સાથે હોટ સીટ સ્પર્ધક અને અમિતાભ બચ્ચનની બેઠક વચ્ચેનું અંતર પણ વધારવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here