ફરી ખાડી પૂર : સુરક્ષિત સ્થળે જતા રહો, સુરતમાં મીઠી ખાડીનું લેવલ વધતા લાઉડ સ્પીકરથી સૂચના

0
6

ચાર દિવસ ખાડી પૂરમાં ફસાઈ રહેલા શહેર બાદ આજે ફરી ખાડી પૂરનું સંકટ આવી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી તમામ પાંચેય ખાડીની સપાટીમાં વધારો થયો છે. જ્યારે મીઠી ખાડી હાલ ભયનજક સપાટીથી ઉપર વહી રહી છે. જેના પગલે પાલિકાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા લિંબાયતના કમરૂનગર અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા સૂચના આપવામાં આવી છે.

લોકોને સાવચેત કરાયા
(લોકોને સાવચેત કરાયા)

 

મીઠી ખાડી ભયજનક લેવલ 7.55 મીટરથી ઉપર વહી રહી છે

સુરત જિલ્લાના માંડવી, મહુવા, બારડોલી, પલસાણા, ચોર્યાસી તાલુકામાં વરસાદથી મીઠી ખાડીની સપાટી આજે સવારથી જ 8.40 મીટર ઉપર પહોંચી ગઇ છે. જેથી તંત્ર એલર્ટ થઇ ગયું છે. મીઠી ખાડી ભયજનક લેવલ 7.55 મીટરથી ઉપર વહી રહી છે. ચાર દિવસ પહેલા 9 મીટર સુધી સપાટી પહોંચી જતા ખાડી પૂરથી પરવત પાટીયા, લિંબાયત અને સણિયા હેમાદમાં ખાડી પૂરની ભયંકર સ્થિતિ સર્જાતા 1 લાખથી લોકો પ્રભાવિત થયા હતા.

લોકોને ઉંચાણવાળા વિસ્તારમાં જતા રહેવા સૂચના
(લોકોને ઉંચાણવાળા વિસ્તારમાં જતા રહેવા સૂચના)

 

ખાડીનું લેવલ

  • કાંકરા ખાડી-5.90, ભયજનક સપાટી 6.50 મીટર છે.
  • ભેદવાડ ખાડી-5.90, ભયજનક સપાટી 6.75 મીટર છે.
  • મીઠી ખાડી-8.40, ભયજનક સપાટી 7.55 મીટર છે.
  • ભાઠેના ખાડી-6.00, ભયજનક સપાટી 7.70 મીટર છે.
  • સીમાડા ખાડી- 4.40, ભયજનક સપાટી 5.40 મીટર છે.
નીચાણવાળા વિસ્તારમાં પાણી હજુ પણ ભર્યા છે
(નીચાણવાળા વિસ્તારમાં પાણી હજુ પણ ભર્યા છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here