કોવિડ-19 : ઓફિસમાં લંચ સમયે આ નિયમોનો ખ્યાલ રાખો અને ઇન્ફેક્શનથી બચો

0
0

જો તમે ઓફિસ જવાની શરૂઆત કરી હોય, તો લંચ સમયે આ બાબતોનું ધ્યાન રાખો. લંચ સમયે તમે માસ્ક નહીં પહેરી શકો એટલે તમારા સાથીદારો સાથે મળીને ભોજન કરવા માટે અલગ-અલગ સમય નક્કી કરો. તમારું ભોજન અને પાત્રો અન્ય સાથીદારો સાથે ન વહેંચો, કારણ કે બીજી વ્યક્તિના હાથ કે પાત્રમાં વાયરસ લાગ્યો હશે તો તમારા માટે જોખમ ઊભું થશે. નીચે ઓફિસમાં લંચ સમયે સ્વચ્છતા જાળવવા આ નિયમોનો ખ્યાલ રાખવો જરૂરી છે…

પેકેટમાં બંધ સામગ્રીમાં સાવચેતી જાળવો

જો તમે પેકેટમાં બંધ ભોજન કરતા હોય, તો સૌપ્રથમ પેકેટને ધુઓ, જેથી એની સપાટી પર વાયરસ લાગ્યો હોય તો દૂર થઈ જાય. પછી સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી હાથ ધુઓ અને ભોજન બહાર કાઢીને સાવચેતીપૂર્વક કરો.

પ્રવાસ દરમિયાન બહારનું ભોજન ન કરો

જો તમે પ્રવાસ પર છો, તો રસ્તામાં ભોજન કરવાનું ટાળો. છાશ, લીંબું પાણી વગેરે પી શકો છો. ઘરમાં બનેલું ભોજન સાથે લઈ જાવ. ભોજન કરવા ઓછી ભીડ ધરાવતી સ્વચ્છ જગ્યા શોધો.

ઘરનું ભોજન સૌથી વધુ સુરક્ષિત

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ઘરમાં ભોજનને ઉચિત તાપમાને રાંધવાથી એ ખાદ્ય પદાર્થો પર બહારથી કોરોનાવાયરસ હોય તો એનો સંપૂર્ણપણે નાશ થાય છે.

સાવચેતીની જરૂરિયાત છે કારણ કે..

ટિફિન પેક થવાથી એને બેગમાં રાખીને ઓફિસ લઈ જવા અને લંચ કરતા સમયે એની સપાટી ઘણા સ્થાનોના સંપર્કમાં આવી શકે છે, જ્યાં કોરોનાવાયરસ ઉપલબ્ધ છે. બહાર ભોજન કરતા વધારે સાવચેતી જાળવવી પડશે.

આ 4 રીતો અપનાવીને જ ભોજન કરો.

સફાઈ.

જ્યાં ભોજન કરવાનું હોય, એ સપાટીની સફાઈ અને ઉપયોગ અગાઉ પાત્રની સફાઈ કરો. ફળ અને સલાડ ધોઈને ખાવ.

ભોજન માટેના ખાદ્ય પદાર્થો અલગ કરો.

કાચું અને રાંધેલું ભોજન અલગ-અલગ પાત્રોમાં રાખો.

ગરમ કરો.

જો ઘરમાં રાંધેલુ ભોજન ઓફિસ લઈ જાવ અને ઓફિસમાં માઇક્રોવેવની સુવિધા હોય, તો એને 30થી 60 સેકન્ડ સુધી ગરમ કરો.

ફ્રીઝ કરવું.

ઓફિસના ફ્રીઝનું તાપમાન ચાર ડિગ્રી અને રેફ્રિજરેટરનું તાપમાન -17 ડિગ્રી સુધી રાખી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here