World Hand Hygiene Day : હાથ ધોતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

0
9

કોરોના સંક્રમણની શરૂઆતથી જ સમય-સમય પર હાથ ધોતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાથ દ્વારા સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કારણ કે આપણે મોટાભાગે હાથથી જ ચહેરાને સ્પર્શ કરતા હોઇએ છીએ. જો વાયરસથી સંક્રમિત સપાટી પર આપણે સ્પર્શ કર્યો હોય અને આ જ હાથથી આપણે આંખ, નાક અથવા મોં વગેરેને સ્પર્શ કરીએ છીએ તો આપણે સંક્રમિત થઇ શકીએ છીએ.

આ વાયરસથી બચવા માટે નિષ્ણાંત હાથને સાબુથી વારંવાર ધોવાની સલાહ આપી રહ્યા છે. લોકો હાથ ધોવાની સાથે આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝર પણ લગાવી રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર, વારંવાર સાબુથી હાથ ધોવાને કારણે તથા સેનિટાઇઝર લગાવવાને કારણે તેમાં રહેલા રસયાણોથી હાથની પ્રાકૃતિક કોમળતા અને નમી ઓછી થઇ જાય છે. પરિણામે ત્વચા શુષ્ક થવા લાગે છે. એવામાં ત્વચા ફાટવા લાગે છે અને તેમાં પડતી તિરાડોના કારણે વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે.

હાથ ધોયા બાદ ક્રીમ લગાવો

અમેરિકાના લૉસ એન્જેલિસ સ્થિત કેલિફૉર્નિયા યૂનિવર્સિટીના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉ. સારા હોગન જણાવે છે કે હાથની બહારી ત્વચામાં પ્રાકૃતિક તેલ અને વેક્સ હોય છે. જેના કારણે હાથમાં નમી જળવાઇ રહે છે, જે બહાર અને અંદર બંને બાજુથી હાથની સુરક્ષા કરે છે. વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઇઝરના ઉપયોગથી હાથની કુદરતી દીવાલને નુકશાન હોય છે. આ પરિસ્થિતિથી બચવા માટે હાથ ધોયા પછી અથવા સેનિટાઇઝર લગાવ્યા પછી ક્રીમ અથવા વેસેલીનનો ઉપયોગ કરો, જેનાથી શુષ્કતા દૂર થશે અને હાથની કોમળતા જળવાઇ રહેશે.

ખુશ્બુયુક્ત સાબુનો ઓછો ઉપયોગ કરો

લોકો ખુશ્બુદાર સાબુનો ઉપયોગ વધારે કરે છે. ખુશ્બુદાર સાબુનો ઉપયોગ ઓછો કરો કારણ કે, તે ફીણનું એક જાડું સ્તર બનાવી દે છે. હાથને જ્યારે આ પ્રકારના સાબુથી ઘસીને ધોઇએ છીએ ત્યારે હાથમાં રહેલ પ્રાકૃતિક તેલને પણ ધોઇ નાંખે છે. લાંબા સમય સુધી આમ કરવાથી હાથની કુદરતી સુંદરતા પણ ખરાબ થઇ શકે છે.

હુંફાળા પાણીનો ઉપયોગ કરો

સામાન્ય હુંફાળા પાણીથી હાથને 20 સેકેન્ડ સુધી ધોવો. ગરમ પાણીથી નહીં. ત્યારબાદ હાથને ટુવાલમાં રાખો, હાથને સુકવવા માટે ટુવાલથી લૂછશો નહીં. હાથ સુકાઇ જવા પર તુરંત જ મૉઇસ્ચરાઇઝર ક્રીમ લગાવો. ઑફિસ જાઓ કે બહાર ડ્યુટી પર જાઓ ત્યારે પોતાની પાસે ક્રીમ રખો અને હાથ ધોયા બાદ તેને ચોક્કસપણે લગાવો. તેનાથી તમારા હાથની ત્વચા નરમ અને સ્વસ્થ રહેશે.

હાથ ફાટી ગયા છે તો સેનિટાઇઝર ન લગાવશો

હાથની ત્વચા ફાટી ગઇ હોય તો આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ ન કરશો. હેન્ડ સેનિટાઇઝર અને મૉઇસ્ચરાઇઝિંગ ક્રીમને મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તેનાથી વાયરસ ખતમ થવાની શક્યતા ઓછી થઇ જાય છે. હાથ ફાટી ગયા હોય તો ખુશ્બુયુક્ત ચીજનો ઉપયોગ ન કરશો. ડૉક્ટરની સલાહ પર ક્રીમ અથવા ઑઇન્ટમેન્ટ લગાવો.

રાત્રે સૂતા પહેલાં ક્રીમ લગાવો

રાત્રે સૂતા પહેલાં હાથમાં મૉઇશ્ચરરાઇઝર ક્રીમ લગાવો અને સુતરાઉ કપડાથી હાથને 20 મિનિટ સુધી ઢાંકી લો, જેથી હાથમાં કોમળતા જળવાઇ રહે. ત્યારબાદ હાથને ધોઇ લો. ત્યારબાદ સૂઇ જાઓ, હાથ જાતે જ સુકાઇ જશે તેને કપડાથી લૂછવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here