ઘરની બાલ્કનીમાં રાખો આ છોડના પ્લાન્ટ, વરસાદી સીઝનમાં મચ્છરોથી મળી જશે છૂટકારો

0
11

વરસાદના કારણે મચ્છરોનો એટલો બધો ત્રાસ થઈ જાય છે, ક્યારેક ક્યારેક રહેવુ મુશ્કેલ થઈ પડતુ હોય છે. મચ્છરોના કારણે ડૈંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે. ત્યારે આ સ્થિતીમાં સૌથી જરૂરી એ બની જાય છે કે, કઈ રીતે અપનાવીએ કે, જેનાથી ઘરમાં મચ્છર ન આવે. તો આવો આપણે અહીં નેચરલ તકનીક વિશે જાણીએ, જે આપના ઘરમાં મચ્છર આવતા રોકશે અને તમારી તબિયતને નુકસાન કરતા રોકશે.

શું છે મચ્છર ભગાડવાનું નેચરલ પ્રોસેસ

તુલસી, શ્યામા તુલસી, જંગલી તુલસી, મીઠો લિમડો, અજમો અને પુદીના, આટલા છોડ જો તમે ઘરની બાલ્કનીમાં લગાવશો તો ઘરમાં મચ્છરો પ્રવેશ કરશે નહીં.

આવુ એટલા માટે છે કે, આ છોડની આસપાસ પ્રાકૃતિક ખૂશ્બુથી મચ્છર આજૂબાજૂમાં આવતા નથી. મચ્છરોને મારવા માટે હર્બલ સ્પ્રેમાં પણ આ છોડનો અર્ક અને અરોમાનો ઉપયોગ કરવામા આવે છે. યાદ કરો તમે ક્યારે મચ્છરને તુલસીના છોડ પર બેસતા જોયા છે.

આ સાથે જ તમે પોતાના ઘરોમાં સવાર સાંજ કપૂર અને ગુગળનો ધુમાડો કરો. તેના માટે માટીના એક દિવામાં સૌથી નીચે સામગ્રી મુકો અને તેના પર ગુગળ અને કપૂરને સળગાવો. તેની સુવાસથી મચ્છરો ઘરોમાં આવતા નથી.

આ બે સમયે ઘરમાં આવે છે મચ્છર

સવારે અને સાંજે ઘરના દરવાજા બંધ રાખો. કારણ કે, આ બે સમયે જ મચ્છરો ઘરની અંદર પ્રવેશ કરતા હોય છે. આપે એ યાદ રાખવુ જોઈએ કે, સવારના સમયે પ્રકાશમાંથી અંધારા તરફ અને સાંજે અંધારામાંથી પ્રકાશ તરફ મચ્છર આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here