તમારું બાળક હેલ્ધી રહે, બરાબર જમે અને તેનું વજન પણ વધારવું હોય તો, આજથી જ અપનાવો આ ખાસ ઉપાય

0
0

ઘણાં બાળકો ખાવા પીવામાં નખરાં કરે છે, સરખી રીતે જમતા નથી, જેના કારણે તેમનું વજન પણ વધતું. જેનાથી માતા-પિતા બાળકને ડોક્ટર પાસે લઈ જાય છે અને બાળકને દવાઓ ખવડાવાનું શરૂ કરી દે છે. જેથી બાળકો સરખી રીતે ખાય અને હેલ્ધી રીતે તેમનું વજન પણ વધે તેના માટે શું કરવું, ચાલો જાણી લઈએ.

આટલું કરશો તો બાળકનું વજન વધશે

ઘરનો પોષણયુક્ત આહાર, રમતગમત, કુટુંબના સભ્યો સાથે જમવાનું, બાળક જેટલું ખાય આનંદથી ખાય, સૂર્યપ્રકાશ, અંતઃસ્ત્રાવના ફેરફારથી બાળકનું હેલ્ધી રીતે વજન વધે છે.

બાળકનું વજન આ કારણોથી નથી વધતું

  • વિટામિન સીરપ, પાઉડરના ડબ્બા, વધુ ખવડાવવું, વધુ દબાણથી ખવડાવવું, બાળકનું ધ્યાન બીજે દોરી બળજબરીથી જમાડવું.
  • દરેક બાળકની જમવાની આદત અલગ અલગ હોય છે. માતાએ બાળકની રુચિ અને સ્વાદ અનુસાર તેના માટે ઘરે ખાવાનું અલગથી બનાવવું જોઈએ. તેને દરેક પ્રકારનું પોષણ મળી રહે તેવો ખોરાક ઘરે બની જ શકે છે.
  • કોઈ ચોક્કસ આહાર બાળક ન લે તો તેને બીજા સ્વરૂપે આપવાની આવડત માતામાં જ હોય. કોઈ વિટામિન સીરપ બાળકનું વજન વધારતા નથી કે ભૂખ લગાડતા નથી. તેનાથી બાળક તંદુરસ્ત થશે અને વજન વધશે તેવી આશા ન રાખવી.
  • કોઈ રોગ થયો હોય અથવા રોગની રિકવરી તબક્કામાં તે થોડાં સમય માટે વિટામિનોની ઊણપ પૂરી કરે છે. સારી કંપનીના પ્રોટીનના ડબ્બા બાળકની કેલરીની જરૂરિયાત જરૂર પૂરી કરે, પણ બાળકનાં હાડકાંનું બંધારણ, મગજનો વિકાસ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે બનતો આહાર જ લાંબા સમય સુધી મદદરૂપ થઈ શકે.
  • વજન વધારવામાં ઘરનું વાતાવરણ મુખ્ય ભાગ ભજવે છે. બધાં જમતા હોય ત્યારે બાળક સાથે બેસીને જમવાની વસ્તુ સાથે રમત કરે, ઢોળે તો તેને અટકાવો નહીં. બીજા સભ્યોને જોઈને તે જમવાની વસ્તુઓ મોંમાં મૂકતા શીખશે જ.
  • ખુલ્લા મેદાનમાં રમતાં બાળકોને ભૂખ સારી લાગશે જ સાથે ભણવામાં ધ્યાન અને યાદશક્તિ વધશે. જે બાળકોને નાનપણમાં દબાણથી જમાડવાનું ચાલુ રહે તે બાળકોમાં ચીડિયાપણું અને ગુસ્સો જોવા મળે છે તે દરેક માતાએ યાદ રાખવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here