Saturday, June 3, 2023
Homeટૉયલેટ સીટ બંધ રાખવાથી કોરોનાનો ખતરો થઈ જશે ઓછો, મળમાં જીવતો રહે...
Array

ટૉયલેટ સીટ બંધ રાખવાથી કોરોનાનો ખતરો થઈ જશે ઓછો, મળમાં જીવતો રહે છે વાયરસ

- Advertisement -

કોરોના વાયરસ ચેપી રોગ છે અને તમે આ રોગચાળાથી પીડિત કોઈપણ દર્દીના સંપર્કમાં આવીને પણ તેનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, જો તમે ઓફિસો, શોપિંગ સેન્ટરો અથવા ક્યાંય પણ જાહેર શૌચાલયોનો ઉપયોગ કરો છો, તો તમે પણ કોરોનાનો ભોગ બની શકો છો. પરંતુ એક સંશોધનથી બહાર આવ્યું છે કે જો ઉપયોગ પછી ફ્લશ ચલાવતા પહેલા ટોઇલેટ સીટનું ઢાંકણું બંધ કરવામાં આવે તો ચેપનું જોખમ ઓછું થઈ શકે છે.

મળથી વાયરસ ફેલાવાની શક્યતા પર સંશોધન

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મળથી વાયરસ ફેલાવાની શક્યતા પર સંશોધન કર્યું છે. અધ્યયનો પરથી જાણવા મળ્યુ છે કે દર્દી સાજા થયા પછી પણ તેના સ્ટૂલનો કોરોના વાયરસ પાંચ અઠવાડિયા સુધી જીવંત રહી શકે છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર આવ્યા છે કે જો શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ ટૉયલેટ સીટના ઢાંકણાને બંધ કર્યા બાદ ફ્લશનો ઉપયોગ કરવામાં આવે તો સંક્રમણનું જોખમ બહુ જ હદ સુધી ઘટાડી શકાય છે.

ફ્લશ કરવાથી બાથરૂમમાં ફેલાઈ શકે છે વાયરસ

રિસર્ચમાં સામે આવ્યુ છેકે, ફ્લશ કરવા પર પાણીનાં ફોર્સને કારણે સંક્રમિત કણ પાણીથી ત્રણ ફૂટ (લગભગ 1 મીટર) સુધી ઉપર ઉઠે છે. એવામાં મળમાં હાજર સંક્રમિત કણોના 60 ટકા કણો હવામાં પહોંચી શકે છે. એટલા માટે જો ઢાંકણું બંધ હોય તો વાયરસને બાથરૂમમાં ફેલાવાથી રોકી શકાય છે.

જાહેર શૌચાલયોમાં ખતરો વધારે

ફિઝિક્સ ઓફ ફ્લડ જર્નલમાં પ્રકાશિત શોધ મુજબ, ટોયલેટ સીટમાંથી નીકળનારા બાથરૂમનાં વાતાવરણમાં સંક્રમિત કણ એક મિનિટથી વધારે સમય સુધી હવામાં રહે છે. આ કણોનાં સંપર્કમાં આવતા જ કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.  રિસર્ચ મુજબ, સાર્વજનિક શૌચાલયોમાં આ પ્રકારનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધારે છે. કારણકે, ત્યાં એક જ શૌચાલયને ઘણા બધા લોકો ઉપયોગ કરતાં રહે છે. ત્યાં વાયરસ ફેલાવાની ગતિ પણ તેજ હોઈ શકે છે. એટલા માટે ત્યાં ટોયલેટ સીટને બંધ રાખવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular