દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે કે નહી તેને લઇને આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે.. સીબીઆઇએ કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો. દારૂ કૌભાંડ મામલે કેજરીવાલને લઇને સુપ્રિમ કોર્ટે નિર્ણય આપ્યો છે. અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે.સુપ્રિમ કોર્ટના બંને જજે જામીન આપ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી.
સરકારી ફાઇલો પર હસ્તાક્ષ નહી કરી શકે
કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર થવુ પડશે
કેસને લઇને સાર્વજનિક ટિપ્પણી નહી કરી શકે
કેજરીવાલ સીએમ ઓફિસ નહી જઇ શકે
10 લાખના બોન્ડ પર કેજરીવાલને મળ્યા જામીન
સાક્ષીઓનો સંપર્ક કરી શકશે નહીં
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ, તેમને સામાન્ય ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 2 જૂને કેજરીવાલે તિહાડ જેલમાં હાજર થયા હતા. જો કેજરીવાલ આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે જેલ મુક્ત કરવામાં આવે તો જેલમાં વિતાવેલા દિવસ 177 દિવસ થાય જ્યારે વચ્ચેના 21 દિવસ ઓછા કરવામાં આવે તો કેજરીવાલ કુલ 156 દિવસ જેલમાં રહ્યા ગણાય.