કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાની નકલ ફાડી નાખી, કહ્યું- અંગ્રેજો કરતાં પણ ખરાબ ન બને કેન્દ્ર

0
0

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુરુવારે દિલ્હી વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન આ કાયદાઓ પસાર કરવાની શું જરૂર હતી. તેમણે કહ્યું, ‘રાજ્યસભામાં મતદાન કર્યા વિના આવું પહેલીવાર થયું છે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા હોય. હું આ કાયદાઓની નકલફાડુ છું અને હું કેન્દ્રને અપીલ કરું છું કે અંગ્રેજ કરતા ખરાબ ન બને.’

કેજરીવાલે કહ્યું કે આંદોલન દરમિયાન 20થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. દરરોજ સરેરાશ એક ખેડૂત શહીદ થઈ રહ્યો છે. તેમનો અવાજ સંભળાવવા માટે કેટલું વધુ બલિદાન આપવું પડશે. સત્ર પછી કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભાએ ત્રણેય કૃષિ કાયદાઓને નકારી દીધા છે. આ સાથે જ કેન્દ્ર સરકારને આ કાળા કાયદાઓને પરત ખેંચવાની અપીલ કરી હતી.

ખેડૂતોએ કહ્યું- સરકાર સાથે વાત કરવા માટે રાજી
બીજી બાજુ ટિકરી બોર્ડર પર ધરણા આપી રહેલા ખેડૂતોએ કહ્યું કે, તે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પણ કૃષિ કાયદાનો વિરોધ કરવાનું નહીં છોડે. તેમણે કહ્યું કે, સરકાર પોતાનો અહંકાર બચાવવા માટે હવે સુપ્રીમ કોર્ટનો સહારો લઈ રહી છે.

ઉત્તરપ્રદેશની 18 ખાપ પંચાયતોએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. આ ખાપ આજે દિલ્હીની સરહદ પર પ્રદર્શનમાં સામેલ થઈને મહાપંચાયત કરશે. મહાપંચાયત અંગે ગુપ્ત વિભાગ એલર્ટ છે.બાલિયાન ખાપના ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું કે, અત્યાર સુધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ નકલી ટેબલો કાઢવામાં આવતા હતા, પણ આ વખતે ખેડૂતોનો વાસ્તવિક ટેબલો પણ પરેડમાં સામેલ થશે. જો સરકાર કૃષિ કાયદાને પાછો નહીં લે તો ભાજપને આગામી ચૂંટણીમાં મોટું નુકસાન થશે.

સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન માટેની સુનાવણી હાલપૂરતી ટળી ગઈ છે. કોર્ટમાં કોઈ ખેડૂત સંગઠન ન હોવાને કારણે કમિટી અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ખેડૂતો સાથે વાત કરીને જ પોતાનો નિર્ણય સંભળાવશે. આગળ આ મામલાની સુનાવણી બીજી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજા છે, એવામાં વેકેશન બેન્ચ આની સુનાવણી કરશે.

હાલમાં:

ટીકરી બોર્ડર પર આંદોલનમાં સામેલ 37 વર્ષના જયસિંહને હાર્ટ-અટેક આવવાથી ગુરુવારે મોત થયું છે. તે બઠિંડાના તુંગવાલી ગામનો રહેવાસી હતો. આંદોલનમાં સામેલ લોકોમાંથી અત્યારસુધીમાં 7 અલગ અલગ કારણે મોત થઈ ચૂક્યાં છે.

ભારતીય ખેડૂત યુનિયનના નેતા એમએસ રાયનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની નોટિસ નથી મળી. જ્યારે મળશે ત્યારે તમામ ખેડૂત સંગઠન ચર્ચા કરીને આગળ નિર્ણય કરશે.

નાના વેપારીઓનાં હિતો માટે કામ કરનાર કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલને ચિઠ્ઠી લખી છે. તેમનું કહેવું છે કે ખેડૂતોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે જે કમિટી બનાવી છે તેના માટે કહ્યું હતું કે તેમાં પણ CAITને પણ સામેલ કરવામાં આવે.

UPની ખાપોએ કહ્યું- જો સરકાર નહીં માને તો ભાજપને નુકસાન થશે.
ઉત્તરપ્રદેશની 18 ખાપ પંચાયતોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. બાલિયન ખાપના ચૌધરી નરેશ ટીકૈતે કહ્યું છે કે આજ સુધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ નકલી ટેબ્લો નીકાળવામાં આવતા હતા,

પરંતુ આ વખતે પરેડમાં ખેડૂતોના અસલી ટેબ્લો પણ સામેલ થશે. જો સરકાર કૃષિ કાયદો પાછો નહીં ખેંચે તો આગામી ચૂંટણીઓમાં ભાજપને મોટુ નુકસાન થશે.

‘માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અડગ રહીશું ‘
ગાઝીપુર સરહદ પર આંદોલનમાં સામેલ એક ખેડૂતે કહ્યું કે કડકડતી ઠંડી હોવા છતાં અમે અહીં અડગ છીએ. જ્યાં સુધી માગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ. ભલે પછી વરસાદ પણ પડે,

અન્ય એક બીજા ખેડૂતે કહ્યું કે તાપણી અને ધાબળાની મદદથી અમે ઠંડી સામે રક્ષણ મેળવીએ છીએ. અહીં બધી સુવિધાઓ વધુ સારી છે, ફક્ત વોશરૂમ ગંદા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here