Friday, March 29, 2024
Homeકેજરીવાલ તા.16ના રોજ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે
Array

કેજરીવાલ તા.16ના રોજ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે

- Advertisement -

નવીદિલ્હી, તા. 12
પાટનગરમાં અરવિંદ કેસરીવાલની શપથવિધિ યોજાઈ રહી છે અને તે ભવ્ય હશે તેવા સંકેત છે તેવી સતાવાર જાહેરાત ગમે તે ઘડીએ થઈ જાશે. કેજરીવાલ અને લેફ.ગર્વનર અનીલ બૈઝલને મળ્યા હતાં અને તેમની સરકારનું રાજીનામું સુપ્રીત કર્યુ હતું જેથી નવી સરકારની રચનાનો માર્ગ મોળકો થયો હતો.

બાદમાં આમ પાર્ટીના વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલને પક્ષના નેતા પદેથી ચુંટી કઢાયા છે અને હવે તેઓ સરકાર રચવાનો કરશે. સુત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલની સરકાર તા.16ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં સપથ લેશે અને તેમાં વિપક્ષ અને ભાજપના નેતાઓને પણ આમંત્રણ અપાશે.

કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ આજે કેજરીવાલને ફોન કરીને તેમના વિજય બદલ અભિનંદન આપ્યા હતાં જેના જવાબમાં કેજરીવાલે તા.16ના રોજ યોજાયેલ શપથ વિધિમા હાજર રહેવા આમંત્રણ આપ્યુ છે. કેજરીવાલની સરકારમાં મુખ્યમંત્રી સહિત 7 મંત્રીઓ હશે અને તમામ વિજેતા બન્યા છે તેના સહિત નવા મંત્રીમંડળની રચના કેજરીવાલની કસોટી કરશે.

ખાસ કરીને પક્ષના નેતા દિલીપ પાંડે, આતીશી તથા રાઘલ ચઢ્ઢા વિજેતા બન્યા છે અને તેઓ મંત્રીમંડળમાં સમાવેશ માટે ફેવરીટ ગણાય છે. આ ઉપરાંત સાઈનબાગમાં ભવ્ય વિજય મેળવનાર પક્ષના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાનને મંત્રી મંડળમાં સમાવે છે કે કેમ તેના પર સવની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular