Friday, December 6, 2024
HomeNATIONALNATIONAL: જેલમાંથી છૂટીને દેશભરના નાગરિકોને કેજરીવાલની 10 ગેરન્ટી

NATIONAL: જેલમાંથી છૂટીને દેશભરના નાગરિકોને કેજરીવાલની 10 ગેરન્ટી

- Advertisement -

લોકસભા ચૂંટણી 2024ની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વતી દેશની જનતાને 10 ગેરન્ટી આપી છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે જો દેશના લોકો કેન્દ્રમાં આમ આદમી પાર્ટીને ચૂંટશે તો દેશનો વિકાસ 10 અલગ-અલગ રીતે સુનિશ્ચિત થશે. સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માટે 10 ગેરન્ટી રજૂ કરી હતી. જાણો શું છે આમ આદમી પાર્ટીના આ 10 વાયદા..

ગેરન્ટી નંબર 1 | 24 કલાક મફત વીજળી

કેજરીવાલે કહ્યું કે, “દેશના લોકો માટે 24 કલાક વીજ પુરવઠો. દેશની પીક ડિમાન્ડ 2 લાખ મેગાવોટ છે. અમારી પાસે 3 લાખ મેગાવોટ ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ નબળા મેનેજમેન્ટને કારણે પાવર કટ થાય છે. AAP સરકાર બનતાં દેશના ગરીબોને મફત વીજળી અપાશે. એક વર્ષમાં સવા લાખ કરોડનો ખર્ચ આવશે. એક વર્ષમાં સવા લાખ કરોડનો ખર્ચ થશે જે સરકાર આપશે. ગરીબોને 200 યુનિટ વીજળી મફત આપીશું.

બીજી ગેરન્ટી આપતાં સીએમ કેજરીવાલે કહ્યું કે દેશભરમાં દરેક બાળકને મફત શિક્ષણ આપવામાં આવશે. સરકારી શાળાઓનું સ્તર ઉંચુ આવશે. દેશની તમામ સરકારી શાળાઓને ઉત્તમ બનાવશે. આ કામ પૂર્ણ કરવા માટે 5 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. તેના પર દર વર્ષે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અડધો ખર્ચ કેન્દ્ર અને અડધો રાજ્ય સરકાર ઉઠાવશે.

ગેરન્ટી નંબર 3 | મફત વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “દેશભરમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. તેમાં ગરીબ અને અમીર બંને માટે સારવાર મફત હશે. સારવારની ગુણવત્તા વિશ્વ કક્ષાની હશે. જે પણ ખર્ચ હશે તે સરકાર ઉઠાવશે.”

ગેરન્ટી નંબર 4 | ચીન પાસેથી જમીન છોડાવીશું

ચીને આપણા દેશની જમીન પર કબજો જમાવ્યો છે પરંતુ કેન્દ્ર સરકાર આ હકીકત છુપાવવા માંગે છે. આપણી સેનામાં ઘણી તાકાત છે. ભારતની તમામ જમીન જે ચીનના કબજામાં છે તેને મુક્ત કરાવવામાં આવશે. એક તરફ રાજદ્વારી સ્તરે પણ કામ થશે અને સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

ગેરન્ટી નંબર 5 | અગ્નિવીર સ્કીમ બંધ કરાશે

અગ્નિવીર યોજના ચાર વર્ષ પછી આપણા યુવાનોને તગેડી મૂકે છે. આવી સ્થિતિમાં આપણે સેનાને નબળી બનાવી રહ્યા છીએ. તેથી આ યોજના બંધ કરાશે. અત્યાર સુધી જે બાળકો જોડાયા છે તેમને કાયમી કરાશે.

ગેરન્ટી નંબર 6 | ખેડૂતોના પાકના ભાવ સુનિશ્ચિત કરાશે

સીએમ કેજરીવાલે દાવો કર્યો છે કે જો જનતા આપ સરકાર ચૂંટીને કેન્દ્રમાં લાવશે છે, તો આમ આદમી પાર્ટી સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરશે અને તે મુજબ ખેડૂતોને MSP મૂલ્ય આપવામાં આવશે. જેનો ફાયદો ખેડૂતોને થશે.

ગેરન્ટી નંબર 7 | દિલ્હી માટે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જો કેન્દ્ર સરકાર બનશે તો તેઓ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે.

ગેરન્ટી નંબર 8 | બેરોજગારીનો અંત લવાશે 

એક વર્ષમાં બે કરોડ નોકરીઓનું સર્જન કરાશે. તમામ યુવાનોને સરકારી નોકરી માટે તૈયાર કરવામાં આવશે. ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવશે અને પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે લેવામાં આવશે.

ગેરન્ટી નંબર 9 | ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરાશે 

કેજરીવાલે કહ્યું કે, “ભાજપના વોશિંગ મશીનને ચાર રસ્તા પર ઉભા કરી દેવામાં આવશે અને તેને તોડી નાખવામાં આવશે. ઈમાનદાર લોકોને જેલમાં મોકલવાની અને ભ્રષ્ટાચારીઓને બચાવવાની હાલની યોજનાને નાબૂદ કરવામાં આવશે. સમગ્ર દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવામાં આવશે.”

ગેરન્ટી નંબર 10 | વેપાર વિસ્તારવામાં આવશે 

કેજરીવાલે દાવો કર્યો છે કે, “ભારત સરકાર દેશના વેપારીઓને મદદ કરશે. આપણા દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓ પોતાનો ધંધો બંધ કરીને વિદેશ ચાલ્યા ગયા છે, તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. GSTને PMLAમાંથી બહાર કાઢવામાં આવશે અને તેનું સરળીકરણ થશે. જે કોઈ દેશમાં વેપાર કરવા માંગે છે તે કરી શકે છે, તેને વધુ જટિલ બનાવવામાં નહીં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular